સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન માટે આદેશ
મહિલાઓને પરમાનેન્ટ કમીશન આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટનો દુરગામી આદેશ: કેન્દ્ર સરકારને લગાવેલી ફટકાર |
નવી દિલ્હી, સુપ્રિમ કોર્ટે ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાનો મહત્વપૂર્ણ આદેશ કર્યો હતો. સાથે સાથે આ સંદર્ભમાં દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલી તમામ દલીલોને ફગાવી દીધી હતી. સુપ્રિમ કોર્ટના આદેશને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કોર્ટે કહ્યુ હતુ કે સામાજિક અને માનસિક કારણ દર્શાવીને મહિલા અધિકારીઓને આ અવસરથી વંચિત રાખવા માટેની બાબત માત્ર ભેદભાવ જ નથી બલ્કે તે અસ્વીકાર્ય પણ છે. કોર્ટે જોરદાર ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારને પોતાના વલણ અને માનસિકતાને બદલી નાંખવા માટેની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવી રાખીને કહ્યુ હતુ કે મહિલાઓના સેનાના ૧૦ વિભાગોમાં સ્થાયી કમીશન આપવામાં આવે તે જરૂરી છે. કોર્ટે મહિલાઓને કમાન્ડ ન આપવા સાથે સંબંધિત સરકારના તર્કને પણ ફગાવી દીધો હતો. સાથે સાથે સરકારના તર્ક અને અન્ય રજૂઆતોને ફગાવી દીધી હતી. જસ્ટીસ ડીવાય ચન્દ્રચુડ અને જસ્ટીસ અજય રસ્તોગીની બેંચે કહ્યુ હતુ કે મહિલા અધિકારીઓની નિમણૂકની પ્રક્રિયા એક વિકાસની પ્રક્રિયા તરીકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જારદાર ફટકાર લગાવી હતી. સાથે સાથે કહ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇકોર્ટના નિર્ણય પર કોઇ બ્રેક મુકવામાં આવી નથી. છતાં કેન્દ્ર સરકાર તરફથી હાઇકોર્ટના નિર્ણયને લાગુ કરવામાં આવ્યો નથી. હાઇકોર્ટના ચુકાદા પર કાર્યવાહી કરવાના નિર્ણય પર કોઇ કારણ હજુ સુધી રજૂ કરવામાં આવ્યા નથી.
સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તમામ નાગરિકોને અવસરની સમાનતા મળે તે જરૂરી છે. લૈગિંક ન્યાય સેનામાં મહિલાઓની ભાગીદારીના માર્ગદર્શન કરનાર છે. મહિલાઓની શારરિક વિશેષતા પર કેન્દ્ર સરકારના વિચારોને ફગાવી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે સેનામાં સમાનતા લાવવાની જરૂર દેખાઇ રહી છે. ૩૦ ટકા મહિલાઓ વાસ્તવમાં યુદ્ધ મેદાન જેવા વિસ્તારોમાં તૈનાત છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે સ્થાયી કમીશન આપવાના ઇન્કારની બાબત ભેદભાવ સમાન છે. તે પૂર્વાગ્રહોને પણ રજૂ કરે છે. સુપ્રીમ કોર્ટે જોરદાર ફટકાર કેન્દ્ર સરકારને લગાવતા કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારની દલીલો હેરાન કરનાર સમાન છે.
સુપ્રીમ કોર્ટના આદેશને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલય તરફથી હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જા કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ખુબ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણવામાં આવે છે. સેનામાં રહેલી મહિલાઓના હિતમાં આ નિર્ણય આવ્યો છે. જો કે કેન્દ્ર સરકારના અધિકારીઓએ કહ્યુ છે કે કેન્દ્ર સરકારને આ આદેશમાં કોઇ ફટકાર નથી. સુપ્રીમ કોર્ટના આદેશમાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ જ ભાવિ રણનિતી પર નિર્ણય કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશનુ સ્વાગત કરવામાં આવ્યુ છે. આના કારણે મહિલાઓની ભાગીદારી સેનામાં અનેક ગણી વધવાના સંકેત પણ છે. સાથે સાથે હાલની અધિકારીઓને પણ મોટી રાહત અને પ્રોત્સાહન મળનાર છે.સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારને પીછેહટ થઇ હોવાનુ માનવામાં આવે છે.