સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલ મોહનલાલ રહી ચૂક્યા છે
એક જ વર્ષમાં આપી ૨૫ હિટ ફિલ્મો
મોહનલાલ એક સમયે આર્મીમાં જવા ઇચ્છતા હતા, પરંતુ તેવું ન બની શક્યું, પરંતુ સેના તરફથી તેમને લેફ્ટનેન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું હતું
મુંબઈ, મોહનલાલની ગણતરી સાઉથ સિનેમાના લોકપ્રિય સ્ટાર્સમાં થાય છે. પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા સર્વોચ્ચ સન્માન મેળવનાર મોહનલાલ મલયાલમ સિનેમાના મોટા સુપરસ્ટાર છે. તેમના નામે ઘણી સુપરહિટ ફિલ્મોનો રેકોર્ડ છે. તે માત્ર અભિનેતા, નિર્માતા અને ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર જ નહીં પરંતુ ગાયક પણ છે. ફિલ્મોમાં આવતા પહેલા મોહનલાલ એક પહેલવાન હતા. તે કુસ્તીમાં રાજ્યકક્ષાના ચેમ્પિયન રહી ચૂક્યા છે.
તેઓ તાઈક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ છે. એટલું જ નહીં, તે એક એવા અભિનેતા છે જે નેશનલ એવોર્ડ માટે ૯ વખત નોમિનેટ થયા હતા અને પાંચ વખત નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તેઓ સેનામાં સૈનિક પણ રહી ચૂક્યા છે? અમે મોહનલાલ વિશે આવી જ બે રસપ્રદ વાતો જણાવી રહ્યા છીએ, જે બહુ ઓછા લોકો જાણતા હશે. મોહનલાલને ૨૦૦૯માં ભારતીય સૈન્ય દ્વારા આ સન્માન આપવામાં આવ્યું હતું.
મોહનલાલને લેફ્ટિનેન્ટ કર્નલનું પદ મળ્યું છે. તેઓ આ સન્માન મેળવનારા પહેલા એક્ટર છે. મોહનલાલ એક સમયે આર્મીમાં જવા ઇચ્છતા હતા, પરંતુ તેવું ન બની શક્યું. પરંતુ સેના તરફથી તેમને લેફ્ટિનેન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું હતું. ૪ દાયકાના કરિયરમાં આપી ૪૦૦ ફિલ્મ: મોહનલાલે પોતાના ૪ દાયકાથી પણ લાંબા કરિયરમાં ૪૦૦થી પણ વધારે ફિલ્મો કરી છે. તેમણે ૧૯૭૮માં ફિલ્મ થિરાનોત્તમ સાથે ડેબ્યૂ કર્યુ હતું.
પરંતુ સેન્સરશિપના કારણે આ ફિલ્મ ૨૫ વર્ષ સુધી અટકી રહી હતી. મોહનલાલની ડેબ્યૂ ફિલ્મને રીલીઝ થવામાં ૨૫ વર્ષનો સમય લાગ્યો હતો. ત્યાર બાદ ૧૯૮૦માં મંજીલ વિરીંજા પૂક્કલમાં તેમણે કામ કર્યું, જેમાં તેઓ એ વિલનનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં મોહનલાલને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. મોહનલાલે અનેક ફિલ્મો કરી તેમાંથી ઘણી ફિલ્મોમાં તેઓ વિલન તરીકે નજર આવ્યા. પરંતુ તેમને અસલી સ્ટારડમ ૧૯૮૪માં આવેલી ફિલ્મ ઇવિડે થુંડાંગુન્નુથી મળ્યું. આ ફિલ્મે તેમને મલયાલી સિનેમાના ટોપ હીરો બનાવી દીધા હતા.
પછી એક સમય એવો આવ્યો હતો જ્યારે મોહનલાલની એક વર્ષમાં ૩૪ ફિલ્મો રિલીઝ થઈ હતી. પરંતુ આમાંથી માત્ર ૨૫ ફિલ્મો જ હિટ રહી હતી. મોહનલાલ એકમાત્ર એવો અભિનેતા છે જેણે એક વર્ષમાં સતત ૨૫ હિટ ફિલ્મો આપી છે અને આ રેકોર્ડને આજ સુધી કોઇ અભિનેતા તોડી શક્યો નથી. તેની ઘણી ફિલ્મોની બોલિવૂડમાં રીમેક પણ બની હતી. જેમાં ‘દ્રશ્યમ’નો પણ સમાવેશ થાય છે.
કોરિયામાં મોહનલાલની આ ફિલ્મની રિમેકની પણ ચર્ચામાં છે. જાદુગર પણ છે મોહનલાલ : મોહનલાલ એક ઓલરાઉન્ડર સ્ટાર રહી ચૂક્યા છે. બહુ ઓછા લોકો જાણે છે કે તે જાદુગર પણ છે. મોહલાલે પ્રખ્યાત જાદુગર ગોપીનાથ મુથુકડ પાસેથી એસ્કેપ કલા શીખી હતી. આ માટે તેમણે તેમની સાથે લગભગ દોઢ વર્ષ સુધી ટ્રેનિંગ લીધી હતી. તેણે ઘણા શો કર્યા છે. એકવાર તેણે જાદુઈ રીતે એક છોકરીને હવામાં ઉડાવી દીધી હતી.ss1