દુનિયાનો એક એવો પ્રદેશ જ્યાં કોરોનાએ પણ જવાની હિંમત નથી કરી
નવી દિલ્હી, વિશ્વ પર કોરોના વાયરસની અસરના પ્રવેશ પછી વર્ષ ૨૦૨૦માં જેટલો વિનાશ જાેવા મળ્યો હતો તેવો વિનાશ દુનિયાએ ક્યારેય જાેયો નથી. વિશ્વના નકશામાં ભાગ્યે જ કોઈ એવી જગ્યા બચી હશે જ્યાં કોવિડ ૧૯ (કોવિડ ૧૯ ફ્રી પ્લેસ ઓફ ધ અર્થ) ની અસર જાેવા ન મળી હોય. આવાં થોડાં દુર્લભ સ્થળોમાંનું એક સેન્ટીનલ આઇલેન્ડ છે, જે હિંદ મહાસાગરમાં એકાંત ટાપુ છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસ અહીં પણ પહોંચી શક્યો નથી, જાેકે અહીં પહોંચવું દરેકના બસની વાત નથી. નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ પૃથ્વી પરના સૌથી એકાંત સ્થાનોમાંથી એક છે.
એટલે કે, કોરોના દરમિયાન જે સામાજિક અંતરની વાત કરવામાં આવી હતી, તે અંતર આ ટાપુના લોકોએ આખી દુનિયાથી પહેલાથી જ જાળવી રાખ્યું છે. જાે કોઈ ભૂલથી પણ અહીં આવી જાય તો અહીં દુશ્મનાવટથી ભરેલા લોકો તેને જીવતા પાછા જવા દેતા નથી.
તમને જણાવી દઈએ કે, જ્યારે અહીં કોઈ જઈ શકતું નથી, તો કોરોના વાયરસ ટાપુમાં કેવી રીતે પ્રવેશ કરી શકશે? આ ટાપુ પર સ્થાનિક જનજાતિના લોકો સિવાય અન્ય કોઈ રહેતું નથી. અહીં કુલ ૩૫૦-૪૦૦ લોકો જ રહે છે. તેમની વિશેષતા એ છે કે કોઈ બહારના વ્યક્તિને જાેતા જ તેઓ તેના પર તીર ચલાવે છે. હા, આજે પણ આ જાતિના લોકો લડાઈ માટે તીર-બાણનો ઉપયોગ કરે છે.
કહેવાય છે કે આ ટાપુ પર આ જનજાતિ ૬૦ હજાર વર્ષથી વધુ સમયથી રહે છે. આ દરમિયાન જે કોઈ પણ આ જનજાતિના નજીક આવ્યાં તે ક્યારય પાછા નથી ફર્યાં ક્યાં તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે.
કહેવાય છે કે વર્ષ ૨૦૦૬માં તેમની આસપાસના વિસ્તારમાં બે લોકો માછીમારી કરી રહ્યા હતા, જેમને આદિવાસી લોકોએ તીરથી મારી નાખ્યા હતા. સેન્ટીનલ જનજાતિથી વસેલો આ ટાપુ અંદમાન દ્વીપનો ભાગ છે અને મ્યાનમારની સરહદથી લગભગ ૫૦૦ માઈલ દૂર છે.
જાે કોઈ તેમના વિસ્તારના ૩ માઈલના વિસ્તારમાં દેખાય, તો તેઓ તેને દુશ્મન માને છે. હવે તે માનવ અથવા હેલિકોપ્ટર અથવા પ્લેન પણ હોઈ શકે છે. કહેવાય છે કે આદિજાતિના લોકોએ ઘણી વખત વિમાનો અને હેલિકોપ્ટર પર પથ્થર અને તીર ફેંક્યા છે.
તેઓ પોતાને બાકીની દુનિયાથી સંપૂર્ણપણે અલગ રાખે છે અને આ જ કારણ છે કે કોરોના જેવી મહામારી દરમિયાન પણ અહીં કોઈ બીમાર નથી પડ્યું. SSS