સેન્ટ્રલ જેલના કર્મચારીઓને માસ્ક તથા કોટનની થેલીઓ અપાઈ

Files Photo
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલના કર્મચારીઓને માસ્ક તથા કોટનની થેલીઓ આપવાનો એક કાર્યક્રમ ગુજરાત લાૅ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોેમર્સના એન.એસ.એસ. વિભાગ તથા એમ.એ.ગાંધીઅન સોસાયટી દ્વારા યોજાયો હતો. નો પ્લાસ્ટીક કેમ્પેઈન અનુસંધાને અત્યાર સુધી ર૦૦૦થી વધુ કોટન બેગ તથા ૧પ૦૦થી વધુ માસ્કનું વિતરણ કરાયુ હતુ. જ્યારે સાબરમતી સેન્ટ્રલ જેલની લાયબ્રેરી માટે ૧ર૧ પુસ્તકો ભેંટમાં આપવામાં આવ્યા હતા.
જેમાં ગાંધીજીના જીવન તથા મહાન વ્યક્તિઓની આત્મકથા સહિતના પુસ્તકોનો સમાવેશ થતો હતો. કોલેજના પ્રિન્સીપાલે જણાવ્યુ હતુ કકોઈપણ સંસ્થાની લાયબ્રેરી તેનો આત્મા છે. કારણ કે તેમાં રહેલા પુસ્તકોથી વ્યક્તિનંંુ ઘડતર તથા ચારિત્ર્ય નિર્માણ થાય છે.