સેન્ટ્રલ જેલમાંથી ફરી મોબાઇલ મળ્યો, સુરક્ષાને લઇને ઉઠ્યાં સવાલ
વડોદરા, રાજ્યમાં વારંવાર જેલમાંથી મોબાઇલ મળી આવે છે ત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી ફરી એકવાર મોબાઇલ મળી આવતા સુરક્ષાને લઇને સવાલ ઉભા થયા છે. જેલ યાર્ડ ૭ની બેરેકના બાથરૂમમાંથી મોબાઇલ મળી આવ્યો છે. આમ જેલમાંથી મોબાઇલ મળી આવતાં જેલ પ્રશાસન સામે પણ સવાલ ઉઠે છે. સવાલ એ થાય છે કે જેલમાં કેવી રીતે મોબાઇલ પહોંચે છે? શું આ મોબાઇલનો ઉપયોગ કેદીઓ દ્વારા કરવામાં આવે છે? સુરક્ષા બાદ પણ કેવી રીતે મોબાઇલ જેલમાં પહોંચે છે? આમ જેલમાંથી મોબાઇલ મળી આવતાં જેલ પ્રશાસન અનેક સવાલોના ઘેરામાં જોવા મળે છે.
વડોદરા સેન્ટ્રલ જેલ યાર્ડની ૭ની બેરેકના બાથરૂમમાંથી મોબાઇલ મળી આવ્યો છે. જો કે શહેરની સેન્ટ્રલ જેલમાંથી ફરી મોબાઇલ મળી આવતાં સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યાં છે. શહેરની સેન્ટ્રલ જેલમાંથી વારંવાર મોબાઇલ ફોન મળી આવતાં સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થાય છે. સેન્ટ્રલ જેલની ૭ની બેરેકના બાથરૂમમાંથી મોબાઇલ મળી આવતા રાવપુરા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે છેલ્લા ૫ વર્ષમાં સેન્ટ્રલ જેલમાંથી ૧૦૦ મોબાઇલ કબ્જે કરવામાં આવતાં જેલની સુરક્ષાને લઇને સવાલો ઉભા થઇ રહ્યાં છે.
રાજ્યના અનેક શહેરની જેલમાંથી વારંવાર મોબાઇલ ફોન મળી આવે છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરામાં જેલમાંથી મોબાઇલ ફોન મળી આવતાં અનેક સવાલ ઉભા થાય છે. જો કે સવાલ એ થાય છે કે જેલમાં કેવી રીતે મોબાઇલ પહોંચે છે? શું આ મોબાઇલનો ઉપયોગ કેદીઓ દ્વારા કરવામાં આવે છે ? સુરક્ષા બાદ પણ મોબાઇલ જેલમાં કેવી રીતે પહોંચે છે? આમ જેલમાંથી મોબાઇલ મળી આવતા જેલ પ્રશાસન સામે સવાલ ઉઠે છે.