Western Times News

Gujarati News

સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના કેસ ૭૯% ઘટ્યા, પશ્ચિમના વિસ્તારોમાં ૬૧%નો ઉછાળો

અમદાવાદ: મે મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી સેન્ટ્રલ ઝોન કે જેમાં જમાલપુર, શાહપુર, દરિયાપુર, રખિયાલ અને ખાડિયા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો આવેલા છે, તે અમદાવાદમાં કોરોના વાયરસનું એપિસેન્ટર હતું. શહેરના કુલ કોરોના કેસમાંથી ૭૪ ટકા કેસ આ વિસ્તારમાં નેંધાયેલા હતા. ત્યારે હવે સ્થિતિ બદલાઈ છે. મે મહિનાની સરખામણીમાં જૂનમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ ૭૯% ઘટ્યા છે.
વિરોધાભાસ જુઓ કે, જ્યાં અગાઉ ઓછા કેસ હતા તે નોર્થ વેસ્ટ ઝોન જેમાં બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા અને ગોતાનો સમાવેશ થાય છે ત્યાં કોરોનાના કેસમાં ૬૧%નો ઉછાળો આવ્યો છે. જ્યારે જાધપુર, વેજલપુર, મક્તમપુરા અને સરખેજ વિસ્તાર જ્યાં આવેલા છે તે સાઉથ વેસ્ટ ઝોનમાં કોરોનાના કેસ ૧૭ ટકા વધ્યા છે. ૫૫ દિવસ પહેલા આ વિસ્તારોમાં ભાગ્યે જ કોરોનાના કેસ જોવા મળતા હતા.

શુક્રવારે આ માહિતી કેન્દ્રની ટીમના જોઈન્ટ હેલ્થ સેક્રેટરી લવ અગ્રવાલને આપવામાં આવી હતી. લવ અગ્રવાલે થલતેજ, શાહીબાગની વિશ્વકર્મા સોસાયટી અને ગોતાની કેટલીક સોસાયટીઓ જેમને માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાઈ છે તેની મુલાકાત લીધી હતી. બોડકદેવમાં આવેલું સેટેલાઈટ સેન્ટર જેને થોડા દિવસ પહેલા જ માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયું છે, તેને ૨૦ જૂનના બદલે અગાઉ ૨૬ મેથી ૨ જૂનની વચ્ચે ૧૨ કેસ નોંધાયા ત્યારે જ માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવાનું હતું તેમ લવ અગ્રવાલે સૂચવ્યું હતું.

થોડા દિવસ પહેલા સેટેલાઈટ સેન્ટરના રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે, તેમની સોસાયટીને માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોનના લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવે કારણકે તે કોરોના મુક્ત થઈ છે. અગાઉ સચિન ટાવર અને ગેલેક્સી એપાર્ટમેન્ટને પણ માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોનની યાદીમાં સામેલ કરાયા ત્યારે ત્યાંના રહીશોએ પણ છસ્ઝ્રને પત્ર લખ્યો હતો.

રામદેવનગર, પ્રેરણાતીર્થ અને ગોતા વિસ્તારમાં આવેલી ઘણી પોશ સોસાયટીઓમાં ૧૦થી વધુ કેસ હોવા છતાં તેમને માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર નહોતી કરાઈ. તાવની દવા આપતી ‘ધનવંતરી’ વાન ગોતા વિસ્તારમાં ઊભી હતી તેને જોઈને લવ અગ્રવાલ અટક્યા હતા. તેમણે કહ્યું કે,

આ વાન નોન-કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં નહીં કન્ટેઈનમેન્ટ ઝોન બહાર ઊભી રાખવી જોઈએ. કેન્દ્રની ટીમે શાહપુર વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં કેટલાક પોલીસકર્મીઓ સાથે વાત કરી હતી. છસ્ઝ્રના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “કોવિડને નિયંત્રિત કરવા કેવી કામગીરી ચાલે છે તેનો તાગ મેળવવા લવ અગ્રવાલે જીફઁ અને વીએસ હોસ્પિટલ, એક ખાનગી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.