સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હાઈકોર્ટે અરજદારને ૧ લાખનો દંડ ફટકાર્યો

Files Photo
નવીદિલ્હી: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સ્થગિત કરવાના મુદ્દે રજૂ કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઇકર્ટે રદ્દ કરી હતી. કોર્ટે અરજી દાખલ કરનાર વ્યક્તિને ૧ લાખનો દંડ પણ ફટકાર્યો હતો. આની પહેલા પફણ કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો જેમાં અરજીને રદ્દ કરવાની અને આ દાખલ કરનાર વ્યક્તિને દંડ ફટકારવાની વાતનો પણ ઉલ્લેખ કરાયો હતો.
કેન્દ્રએ કહ્યું હતું કે પ્રોજેક્ટનું કામ રોકવા માટે જનહિત અને દેશહિતના ખોટા બહાના કરવામાં આવ્યા છે. આ અરજી દાખલ કરવાની કાયદાકીય પ્રક્રિયાનો દુરૂપયોગ છે. આ પ્રોજેક્ટના કામને સ્થગિત કરવાનો એક પ્રપંચ છે. સોગંદનામામાં કેન્દ્રએ જણાવ્યું હતું કે ડીડીએમએ (દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)એ ૧૯ એપ્રિલ ૨૦૨૧ના ??રોજ એક આદેશ જારી કર્યો હતો. જેમાં કર્ફ્યુ સમયગાળા દરમિયાન તે સ્થળોએ બાંધકામનું કામ ચાલુ રાખી શકાય છે જ્યાં તે જ સ્થળે મજૂરો રહે છે. ૧૯ એપ્રિલથી અહીં ૪૦૦ મજૂરો કામ કરતા હતા. હાલમાં અહીં ૨૫૦ મજૂરો કામ કરી રહ્યા છે. તેઓ ત્યાં જ રહે છે.
આની સાથે કોરોના મહામારી સાથે જાેડાયેલા ૩ કેસ અંગે પણ આજે સોમવારના રોજ કોર્ટમાં સુનાવણી થશે. ૧૨માં ની પરીક્ષા રદ્દ કરવાની પણ માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી થશે. તેની સાથો સાથ કોરોના મહામારી વચ્ચે ઓક્સિજન સપ્લાઇ પર અને વેક્સિન સપ્લાઇ સાથે જાેડાયેલા કેસમાં પણ આજે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે.
અરજીકર્તાએ અરજીમાં કહ્યુ હતુ કે કોરોના વાયરસની બીજી લહેરને જાેતા સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પુનર્વિકાસ પરિયોજનાના નિર્માણ પર રોક લાગવી જાેઈતી હતી. હાઈકોર્ટે નિર્માણ ગતિવિધિઓને રોકવાનો નિર્દેશ આપતી અરજીને ફગાવીને કહ્યુ કે આ કોઈથી પ્રેરિત અરજી છે. એક જનહિત અરજી નથી. દિલ્લી હાઈકોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ નિર્માણ કાર્ય પર રોક લગાવવાનો ઈનકાર કરીને કહ્યુ કે મજૂરો કન્ટ્ર્ક્શન સાઈટ પર રહે છે માટે નિર્માણ કાર્યને સ્થગિત કરવાનો કોઈ સવાલ ઉઠતો નથી. આ ચિંતાનો વિષય નથી અને ડીડીએમએનો આદેશ ક્યાંય પણ નિર્માણ કાર્યને પ્રતિબંધિત કરતો નથી. દિલ્લી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ડીએન પટેલ અને જસ્ટીસ જ્યોતિ સિંહની બેંચે અરજીને ફગાવીને કહ્યુ કે આ એક રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ છે જેનુ કામ અત્યારે ચાલી રહ્યુ છે,
તે વધુ જરૂરી છે. હાઈકોર્ટે અરજીકર્તાની ઈચ્છા પર પણ સવાલ ઉઠાવ્યા છે.સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવુ સંસદ ભવન, પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિના આવાસ ઉપરાંત ઘણી સરકારી ઈમારતો ઈન્ડિયા ગેટ અને રાજપથ આસપાસ બનાવવામાં આવી રહી છે. કોંગ્રેસ, ટીએમસી સહિત ઘણા વિપક્ષી દળોએ કોરોનાની બીજી લહેર દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી.