Western Times News

Gujarati News

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સંચાલકની ઓફિસ સીલ

મચ્છરના બ્રીડીંગ મળી આવતાં મ્યુનિ.કોર્પોરેશને કરેલી કાર્યવાહી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા વિગેરે કેસોને અટકાવવા, નિયંત્રણ કરવા તથા ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં તથા ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધી મેલેરીયા મુક્ત ગુજરાત જાહેર કરેલ છે. જેના ભાગરુપે આજ તા.૧૧-૭-૧૯ના રોજ દરેક ઝોનની મેલેરીયા વિભાગની ટીમ દ્વારા ઝોનમાં આવેલ અલગ અલગ વિસ્તારમાં આવેલ કન્સ્ટ્રક્શન સાઈટ, સ્કુલો તથા અન્ય એકમોના ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. સદર ચેકીંગ દરમ્યાન કુલ ૨૮૯ એકમો ચેક કરી, ૧૧૬ નોટીસ, ૦૨ એકમ સીલ કરેલ છે. તેમજ કુલ રૂ.૧,૮૮,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.

મ્યુનિ.આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, સ્કુલોના ચેકીંગ દરમ્યાન નારણપુરા વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવીયર્સ લોયેલા અને નિકોલની ઘનશ્યામ વિદ્યા મંદિરમાં મોટી સંખ્યામાં મચ્છરના બ્રીડીંગ મળવાથી બંને શાળાના સંચાલકોની ઓફિસ સીલ કરવામાં આવી છે. જ્યારે મણિનગરની વિસ્તારની સરદાર પટેલ સ્કૂલ, ઓઢવ વિસ્તારમાં સનફ્લાવર સ્કૂલ, ખોખરાની પ્રગતિ સ્કૂલ, વેજલપુરની આદર્શ હિંદી સ્કૂલ, બોડકદેવની નારણ ગુરૂકુલ સ્કૂલ તથા સ્ટેડિયમ વોર્ડમાં આવેલ ઉસ્માનપુરા કડવા પાટીદાર વાડીના ટેરેસ, ખુલ્લી ટાંકી, ભોંયરા તથા કમ્પાઉન્ડમાં પડેલ બકેટમાંથી મચ્છરના બ્રીડીંગ મળી આવેલ. જેને કારણે આ તમામ સંસ્થાઓને રૂ.૫૦૦થી રૂ.૧૫૦૦૦ સુધીનો દંડ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.