સેન્ટ ઝેવીયર્સ કોલેજના ૧પ૦ વિધાર્થીના પરીક્ષા ફોર્મ રોકવાના મુદે કુલપતીને ફરીયાદ
અમદાવાદ : સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પૈકી કેટલાક વિધાર્થીને ઓછી હાજરીના કારણે પરીક્ષાના ફોર્મ રોકવામાં આવતા હાલ ભારે વિવાદ ઉભો થયો છે. નિયમ પ્રમાણે વિધાર્થીઓની ઓછી હાજરી હોય તો ફોર્મ રોકવામાં આવે છે.
પરંતુ વ્યાજબી કારણ દર્શાવવામાં આવે તો પરીક્ષા ફોર્મ સ્વીકારમાં આવતા હો છે. પણ ઝેવીયર્સ કોલેજમાં અંદાજે ૧પ૦થી વધારે વિધાર્થીઓના ફોર્મ અટકાવી દેવામાં આવતાં વિધાર્થીસેનાના કાર્યકરોએ આ મુદે કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલથી લઈને યુનિવર્સિટીના કુલપતી સુધી ફરીયાદ કરી છે.
સેન્ટ ઝેવીયર્સ કોલેજને ઓટોનોમસનો દરજજા મળ્યા બાદ પરીક્ષા પરીણામ અને પ્રવેશ સહીતની કાર્યવાહી સ્વતંત્ર રીતે કરવામાં આવે છે. પણ વિધાર્થીઓને ન્યાય ન મળે અથવા તો અન્યાય થાય ત્યારે આ કોલેજ અગાઉ જે યુનિવર્સિટી સાથે જાડાયેલી હતી તેની સમક્ષ ફરીયાદ કરવામાં આવે છે. તાજેતરમાં સેન્ટ ઝેવીયર્સ બી.એ.બી.એસસી, બીબીએ સહીતના કોર્સમાં સેમેસ્ટર ૧,ર અને ૩માં અભ્સ કરતા અંદાજે ૧પ૦ જેટલા વિધાર્થીઓના પરીક્ષા ફોર્મ ઓછી હાજરીના કારણે રોકી દેવાયાં છે.
નિયમ પ્રમાણે વિધાર્થીઓની ૭પ ટકા હાજરી હોવી જરૂરી ેછ. જા કોઈ કિસસામાં ઓછી હાજરી હોય તો વિધાર્થીઓને બોલાવીને ખુલાસો માગવામાં આવતો હોય છે. આ કોલેજના સત્તાવાળાઓએ વિધાર્થીઓન ખુલાસાની તક આપ્યા વગર જ પરીક્ષાના ફોર્મ અટકાવી દીધાં હતાં.