સેન્દ્રિય ખેતીનો વ્યાપ વધારવાના હેતુથી રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા લીંબોદરામાં ખેતી વિષયક તાલીમ હાથ ધરાઈ
મેઘરજ:મેઘરજ તાલુકામાં રિલાયન્સ ફાઉન્ડેશન ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ પરિવારોને આર્થિક રીતે સશક્ત કરવા માટે છેલ્લા ઘણા સમયથી પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલ છે .
તાજેતરમાં મેઘરજ તાલુકાના લીંબોદરા ગામે સેન્દ્રિય ખેતીનો વ્યાપ વધે અને લોકો તે દિશામાં વિચારશીલ બને તે માટે માર્ગદર્શન તાલીમ હાથ ધરાઈ ,તાલીમમાં સહભાગી ખેડૂતોને વર્તમાન સમયમાં રાસાયણીક ખાતરનો માર્ગદર્શન વગર વધુ ઉત્પાદનની અપેક્ષાથી આડેધડ ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઉપર તેની જે અસર થાય છે તેના વિશે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી ,ઉપરાંત રાસાયણિક ખાતર અને જતુનાશક દવાના ઉપયોગ કરેલ ઉત્પાદિત થયેલ પાકની લોકોની તંદુરસ્તી પર જે અસર થાય છે તેની પણ સવિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી.
તાલીમમાં ઓછા ખર્ચ વધુ ઉત્પાદન મેળવવા અંગે ચર્ચા કરતાં સાથે સાથે વર્તમાન સયમમાં સિંચાઈ પદ્ધતિ વિશે સવિશેષ ચર્ચા હાથ ધરી ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવા અંગે (ડેમો)નિંદર્શન કરીને ચર્ચા કરવામાં આવી હતી તાલીમને સફળ બનાવવા રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ, જી.જી.આર.સીના પ્રતિનિધિ તથા લીંબોદરા ગામના ઉત્સાહી સરપંચ ભારે જહેમત ઉઠાવી હતી.