Western Times News

Gujarati News

સેન્સક્સમાં ૩૦૦ પોઇન્ટનો ઉછાળા,નિફટીમાં વધારો

મુંબઇ, આજે બુધવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૩૪૩ પોઈન્ટના વધારા સાથે ૫૮,૨૮૬ પર ખુલ્યો, જ્યારે એનએસઇ નિફ્ટી ઈન્ડેક્સ ૯૦ પોઈન્ટના વધારા સાથે ૧૫,૪૦૦ની ઉપર ટ્રેડ કરવાનું શરૂ કર્યું.

નિફ્ટી ૧૭,૪૧૫ ના સ્તર પર ખુલ્યો. આ દરમિયાન બીએસઇના ૩૦માંથી ૨૬ શેરો લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા. બજારની શરૂઆતમાં, ૧૫૯૧ શેર્સ લાભમાં ખૂલ્યા હતા, જ્યારે ૪૧૭માં ઘટાડો જાેવા મળ્યો હતો. આ સાથે ૭૭ શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

આજે બીએસઇ ૩૦-શેર ઇન્ડેક્સ સેન્સેક્સ ૪૧૯.૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૩૬૨ ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે, જ્યારે એનએસઇનો ૫૦ શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી ૧૪૨.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૬૮.૧૫ ના સ્તર પર ખુલ્યો છે. ઓટો, રિયલ્ટી શેરોમાં ઉછાળા સાથે મીડિયા શેરો પણ ઉપલી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે.

આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના ૫૦ માંથી ૪૫ શેરોમાં તેજીના લીલા નિશાન સાથે ટ્રેડિંગ થઈ રહ્યું છે અને માત્ર ૫ શેર એવા છે જ્યાં ટ્રેડિંગ ઘટાડાના લાલ નિશાનમાં જાેવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ૨૬૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૬,૧૦૦ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.