સેન્સેક્સની ૫૧૪ પોઈન્ટની છલાંગ, નિફ્ટી ૧૭૨૦૦ પાર
મુંબઈ, સ્થાનિક શેર બજાર ગુરુવારે વધારા સાથે બંધ થયા. બીએસઈ સેન્સેક્સ ૫૧૪.૩૩ પોઈન્ટ એટલે કે ૦.૯૦ ટકાના ઊછાળા સાથે ૫૭,૮૫૨.૫૪ પોઈન્ટના સ્તરે બંધ થયો. એનએસઈ નિફ્ટી પણ ૧૫૭.૯૦ પોઈન્ટ એટલે કે ૦.૯૨ ટકાના વધારા સાથે ૧૭,૨૩૪.૧૫ પોઈન્ટના સ્તરે બંધ થયો.
નિફ્ટી પર શ્રી સિમેન્ટ, એચડીએફસી લાઈફ, સિપ્લા, ટીસીએસ અને હિંદુસ્તાન યૂનિલિવર લિમિટેડના શેર સૌથી વધુ તેજી સાથે બંધ થયા. બીજી બાજુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઓએનજીસી, બજાજ ઓટો, ડિવિસ લેબ, ટાટા મોટર્સના શેરમાં સૌથી વધુ ગિરાવટ જાેવા મળી. ઓટો પીએસયૂ બેન્કને બાદ કરતા અન્ય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિસાન પર બંધ થયા. આઈટી અને ફાર્મા સેક્ટરમાં એક-એક ટકાનો ઊછાળો નોંધાયો. બીએસઈ મિડકેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં ૦.૫-૦.૫ ટકાનો વધારો જાેવા મળ્યો.
સેન્સેક્સ પર ટાટા કન્સ્ટલટન્સી સર્વિસિસના શેરમાં સૌથી વધુ ૩.૩૪ ટકાના વધારો નોંધાયો. તો વળી હિંદુસ્તાન યૂનિલિવર લિમિટેડના શેરોમાં ૨.૫૩ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ૨.૪૫ ટકા અને નેસ્લે ઈન્ડિયાના શેરમાં ૧.૮૮ ટકાની તેજી જાેવા મળી. આ ઉપરાંત ડો.રેડ્ડીસ, કોટક મહિન્દ્રા બેન્ક, ટાઈટન, ઈન્ડસઈન્ડ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, એનટીપીસી, ટાટા સ્ટીલ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચસીએલ ટેક, એચડીએફસી બેન્ક, ઈન્ફોસીસ, એક્સીસ બેન્ક, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, આઈટીસી, મારુતિ અને પાવર ગ્રિડના શેર લીલા નિશાન સાથે બંધ થયા.
બીજી બાજુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, બજાજ ફાયનાન્સ, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, લાર્સન એન્ડ ટૂબ્રો, ભારતી એરટેલ અને એસબીઆઈના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.
જિયોજિત ફાયનાન્સિયલ સર્વિસિસના પ્રમુખ (રિસર્ચ) વિનોદ નાયરે કહ્યું કે સકારાત્મક આર્થિક આંકડા, વિદેશી રોકાણકારોની લેવાલી અને અમેરિકામાં જાેબ ડેટા રિલિઝ કરતા પહેલાં વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતોની વચ્ચે સ્થાનિક શેર બજારોમાં ગુરુવારે તેજી રહી. તેમમે કહ્યું કે અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા તાજેતરના આંકડા કેપિટલ ગુડ્સ અને ઉદ્યોગોને લીધે ઈન્વેસ્ટર રક્ષાત્મક વલણ અપનાવતા વધુ સુરક્ષિત સેક્ટર્સ તરફ શિફ્ટ થઈ રહ્યા છે. તમામ પ્રમુખ સેક્ટર્સે માર્કેટના ટ્રેન્ડના હિસાબે પ્રદર્શન કર્યું છે જ્યારે નબળા પ્રદર્શનને લીધે ઓટ સેક્ટરનો દેખાવ સારો નથી રહ્યો.SSS