Western Times News

Gujarati News

સેન્સેક્સમાં ૧૧૫, નિફ્ટીમાં ૩૩ પોઈન્ટનો કડાકો નોંધાયો

મુંબઈ, ગુરુવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી, પરંતુ અંતે લાલ નિશાન પર બંધ થયું હતું. સેન્સેક્સ ઈન્ડેક્સ ૧૧૫.૪૮ પોઈન્ટ અથવા ૦.૨૦ ટકાના ઘટાડા સાથે ૫૮,૫૬૮ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ ૩૩ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા ઘટીને ૧૭,૪૬૫ પર બંધ થયો હતો.

સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ અસ્થિર કારોબાર બાદ અંતે લાલ નિશાન પર બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો વાળો સેન્સેક્સ ૧૧૫.૪૮ પોઈન્ટ અથવા ૦.૨૦ ટકાના ઘટાડા સાથે ૫૮,૫૬૮ પર બંધ થયો હતો. સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ ૩૩ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા ઘટીને ૧૭,૪૬૫ પર બંધ થયો હતો.

અગાઉ, બીએસઈ સેન્સેક્સ ૧૧૨ પોઈન્ટ વધીને ૫૮,૭૯૫ પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ૪૧ પોઈન્ટ ઉછળીને ૧૭,૫૩૯ પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. નોંધપાત્ર રીતે, બુધવારે સેન્સેક્સ ૭૪૦ પોઈન્ટ અથવા ૧.૨૮ ટકાના વધારા સાથે ૫૮,૬૮૪ પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી ૧૪૭ પોઈન્ટ અથવા ૦.૮૫ ટકાના ઉછાળા સાથે ૧૭,૪૭૨ના સ્તરે બંધ રહ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.