સેન્સેક્સમાં ૧૬ અને નિફ્ટીમાં ૧૮ પોઈન્ટનો વધારો નોંધાયો
મુંબઈ, સ્થાનિક શેરબજારો મંગળવારે શરૂઆતના ઘટાડામાંથી સુધર્યા હતા અને નજીવા વધારા સાથે બંધ થયા હતા. મુખ્ય સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી વૈશ્વિક બજારોમાં ઉછાળા સાથે ટ્રેડિંગ બંધ થતાં પહેલાં એનર્જી, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઓટો શેરોમાં ઉછાળા સાથે સમાપ્ત થયા હતા. આ સતત ચોથું ટ્રેડિંગ સેશન છે, જ્યારે બજારમાં તેજી રહી હતી.
બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૬.૧૭ પોઈન્ટ અથવા ૦.૦૩ ટકાના વધારા સાથે ૫૩,૧૭૭.૪૫ના સ્તર પર બંધ થયો છે. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે તે ઘટીને ૩૯૦ પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો.
જાેકે, એશિયન બજારોમાં રિકવરી અને યુરોપીયન બજારોમાં પ્રારંભિક લાભને કારણે બજાર નુકસાનમાંથી બહાર આવવામાં સફળ રહ્યું હતું.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૧૮.૧૫ પોઈન્ટ અથવા ૦.૧૧ ટકાના વધારા સાથે ૧૫,૮૫૦.૨૦ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે નીચામાં ૧૫,૭૧૦.૧૫ અને ઉચ્ચમાં ૧૫,૮૯૨.૧૦ સુધી ગયો.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, શરૂઆતના વેપારમાં ઘટાડા પછી બજાર બાઉન્સ બેક થયું હતું. તેનું કારણ વૈશ્વિક બજારો અગ્રેસર રહ્યા હતા. જાેકે, સપ્લાયની ચિંતાને કારણે તેલના ભાવમાં વધારો થયો છે.
નાયરે જણાવ્યું હતું કે ડૉલર સામે રૂપિયાના અવમૂલ્યન અને વધતી જતી બોન્ડ યીલ્ડને કારણે સ્થાનિક રોકાણકારોની જાેખમની ભૂખને અસર થઈ છે. કોમોડિટી સંબંધિત સ્ટોકમાં વધારો અને ચીનમાં કોવિડ રોગચાળાને રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે વૈશ્વિક બજારો ધાર પર રહ્યા હતા.
સેન્સેક્સ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૭૮ ટકાની ટોચ પર હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૪૯ ટકા, ડૉ. રેડ્ડીઝ ૧.૪૧ ટકા, ટાટા સ્ટીલ ૧.૩૪ ટકા અને ટેક મહિન્દ્રા ૧.૨૬ ટકા વધ્યા હતા. આ ઉપરાંત લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસીસ, આઈટીસી, એક્સિસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એચસીએલ ટેક પણ વધ્યા હતા. બીજી તરફ, ટાઈટન શેરોમાં સૌથી વધુ ૩.૫૪ ટકા ઘટ્યો હતો.
એશિયન પેઈન્ટ્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી, ભારતી એરટેલ અને એચડીએફસી બેંક પણ ઘટનારાઓમાં સામેલ હતા.
કોટક સિક્યોરિટીઝ લિ. ઇક્વિટી રિસર્ચના વડા શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, બજાર ટ્રેડિંગ દરમિયાન અસ્થિર હતું. પરંતુ આઈટી, મેટલ, ઓટો અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં પસંદગીની ખરીદીને કારણે બજાર વધુ ઉછળ્યું હતું.
યુરોપીયન બજારોમાં પ્રારંભિક ઉછાળો અને અન્ય એશિયન બજારોમાં મજબૂતાઈએ પણ બજારને ટેકો આપ્યો હતો.
અન્ય એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ શરૂઆતના નુકસાનમાંથી રિકવર થઈને તેજીમાં હતા.યુરોપના મુખ્ય બજારોમાં પણ બપોરના વેપારમાં તેજીનું વલણ જાેવા મળ્યું હતું.
દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૫૮ ટકાના ઉછાળા સાથે ૧૧૬.૯ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.શેરબજારના આંકડા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. તેમણે સોમવારે રૂ. ૧,૨૭૮.૪૨ કરોડના શેર વેચ્યા હતા.SS2KP