સેન્સેક્સમાં ૧૯૫, નિફ્ટીમાં ૫૦ પોઈન્ટનો કડાકો થયો
નવી દિલ્હી, મંગળવારે સારી શરૂઆત બાદ બીએસઈ સેન્સેક્સ ટ્રેડિંગના અંતે ૧૯૫ પોઈન્ટ ઘટીને ૫૭,૦૬૪ પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી ૫૦ પોઈન્ટ ૧૬,૯૭૨ પોઈન્ટ પર બંધ થયો હતો. તે ગઈકાલના બંધ સ્તરથી ૮૧ પોઈન્ટ નીચે છે. બીએસઈમુખ્ય સૂચકાંક સવારે ૫૭,૨૭૨ પોઈન્ટ પર ખુલ્યો હતો. પાવર ગ્રીડ ટાઇટનના શેરમાં બે ટકાથી વધુનો ઉછાળો જાેવા મળ્યો હતો.
આ અઠવાડિયે સ્થાનિક શેરબજારોની શરૂઆત સારી રહી હતી અને સોમવારે બંને સૂચકાંકો – બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી – તેજી સાથે બંધ થયા હતા. ઈન્ડેક્સમાં મજબૂત હિસ્સો ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બેન્કો અને આઈટી કંપનીઓએ બજારને જાેરદાર ટેકો આપ્યો હતો.
જાેકે, કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોન કેટલાક વધુ દેશોમાં ફેલાઈ ગયા બાદ રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. ઘણા દેશોમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ જાેવા મળ્યા પછી, વિશ્વના ઘણા દેશો ફરી મુસાફરી પ્રતિબંધો લાદી રહ્યા છે.
જાે કે, ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનનો કોઈ કેસ જાેવા મળ્યો નથી. ગયા સપ્તાહે શુક્રવારે શેરબજારમાં મોટા ઘટાડા બાદ સોમવારે થોડી સ્થિરતા જાેવા મળી હતી. બીએસઈ ના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૫૩.૪૩ અંક એટલે કે ૦.૨૭ ટકાના વધારા સાથે ૫૭,૨૬૦.૫૮ ના સ્તર પર બંધ થયો હતો.
નબળા વૈશ્વિક વલણને કારણે શરૂઆતના વેપારમાં ઇન્ડેક્સ ૫૦૦ પોઈન્ટથી વધુ લપસી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૨૭.૫૦ પોઈન્ટ્સ અથવા ૦.૧૬ ટકાના ઉછાળા સાથે ૧૭,૦૫૩.૯૫ પર બંધ થયો હતો. કારોબારમાં વધારા સાથે તેમાં ૩૦૦થી વધુ પોઈન્ટનો વધારો થયો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ આર્મ જિયોએ પ્રીપેડ મોબાઈલ ફોન માટે ટેરિફ દરમાં વધારો કરવાની જાહેરાત કર્યા પછી કંપનીનો શેર ૧.૨૬ ટકા વધ્યો હતો. સેન્સેક્સ શેરોમાં કોટક બેન્ક ૨.૯૨ ટકાની ટોચ પર હતી. ખાનગી ક્ષેત્રની બેંકમાં તેનો હિસ્સો વધારીને લગભગ ૧૦ ટકા કરવા માટે ભારતીય રિઝર્વ બેંક તરફથી એલઆઈસીની મંજૂરી બાદ શેરે વેગ પકડ્યો હતો. આ ઉપરાંત, એચસીએલ ટેક, ટીસીએસ, ઇન્ફોસિસ, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટાઇટન અને ટેક મહિન્દ્રા પણ ટોપ ગેઇનર હતા.SSS