સેન્સેક્સમાં ૪૯, નિફ્ટીમાં ૪૪ પોઈન્ટનો ભારે કડાકો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Sensex.webp)
મુંબઈ, વોલેટિલિટી વચ્ચે શુક્રવારે સેન્સેક્સ ૪૯ પોઈન્ટ ઘટીને બંધ થયો. નિફ્ટી પણ ૪૩.૭૦ પોઈન્ટ્સ અથવા ૦.૨૬ ટકાના ઘટાડા સાથે ૧૬,૫૮૪.૩૦ પર બંધ રહ્યો હતો. અન્ય એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી ઊંચકાયો હતો. આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૬ ટકા ઘટીને ૧૧૬.૮ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.સ્થાનિક શેરબજારોમાં વોલેટિલિટી વચ્ચે ટ્રેડિંગ બંધ થતાં પહેલાં જ વેચવાલીને કારણે શુક્રવારે બેન્ચમાર્ક ઈન્ડેક્સ બીએસઈ સેન્સેક્સ ૪૯ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.
૩૦ શેરો પર આધારિત સેન્સેક્સ ટ્રેડિંગ દરમિયાન મોટાભાગના સમય માટે નફામાં રહ્યો હતો. પરંતુ ટ્રેડિંગ બંધ થાય તે પહેલાં જ મજબૂત વેચવાલીથી તે ૪૮.૮૮ પોઈન્ટ્સ અથવા ૦.૦૯ ટકા ઘટીને ૫૫,૭૬૯.૨૩ પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે ઊંચામાં ૫૬,૪૩૨.૬૫ અને નીચામાં ૫૫,૭૧૯.૩૬ પોઈન્ટ પર ગયો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ તેની વૃદ્ધિ જાળવી શક્યો ન હતો અને ૪૩.૭૦ પોઈન્ટ્સ અથવા ૦.૨૬ ટકાના ઘટાડા સાથે ૧૬,૫૮૪.૩૦ પર બંધ થયો હતો.
સેન્સેક્સના શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ, એનટીપીસી, બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બેન્ક મુખ્ય તૂટ્યા હતા.તેનાથી વિપરીત લાભમાં રહેલા શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, સન ફાર્મા, વિપ્રો, ટીસીએસ અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનો સમાવેશ થાય છે.અન્ય એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી ઊંચકાયો હતો.
ચીનમાં બજારો રજાને લીધે બંધ હતા. યુરોપના મોટા ભાગના મુખ્ય બજારોમાં બપોર પછીના કારોબારમાં તેજીનું વલણ હતું.દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૬ ટકા ઘટીને ૧૧૬.૮ ડોલર પ્રતિ બેરલ થયું હતું. શેરબજારના આંકડા અનુસાર ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૪૫૧.૮૨ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.ss2kp