Western Times News

Gujarati News

સેન્સેક્સમાં ૮૧૩, નિફ્ટીમાં ૨૩૭ પોઈન્ટનો ઊછાળો

મુંબઈ, બજેટ પહેલા સોમવારે શેરબજારમાં જબરદસ્ત તેજી જાેવા મળી હતી. સેન્સેક્સ વધીને ૫૭,૮૪૫ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તેમાં ૮૧૩ પોઈન્ટનો વધારો નોંધાયો હતો.

શેરોની વાત કરીએ તો, ટેકેમ, વિપ્રો, બજાજ ફિન, એનએસઈ ટોપ ગેઇનર હતા જ્યારે ઈન્ડસલેન્ડ બેન્ક, કોટક બેન્ક, હિન્દ યુનિ લિવર ખોટમાં હતા. જ્યારે નિફ્ટી ૫૦, ૨૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭,૩૩૯ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

જિયોજિત ફાઇનાન્શિયલના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે તમામ મુખ્ય ક્ષેત્રોએ વૈશ્વિક બજારોમાંથી હકારાત્મક સંકેતો અને આર્થિક સર્વેક્ષણના અહેવાલના સાનુકૂળ તારણો સાથે બજેટ દિવસ પહેલા બજારોમાં લીલી ઝંડી જાેવા મળી હતી.

સર્વેના મુખ્ય મેક્રો ઈન્ડિકેટરે વિશ્વાસ અપાવ્યો હતો કે દેશ ભવિષ્યના પડકારનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે અને એફવાય૧૩ માટે જીડીપી વૃદ્ધિ ૮-૮.૫% રહેવાનો અંદાજ છે. વૈશ્વિક બજારો યુએસ માર્કેટમાં લાભોથી સકારાત્મક બન્યા કારણ કે રોકાણકારોએ ડાઉનસાઇડને અવગણ્યું હતું અને ટેક કંપનીઓ પાસેથી મજબૂત લાભ મેળવ્યો હતો.

સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવેલી આર્થિક સમીક્ષામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૯.૨ ટકાની આર્થિક વૃદ્ધિની આગાહી કર્યા પછી દિવસની શરૂઆતમાં, બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીના બપોરના સત્રમાં ૧.૫ ટકાથી વધુનો ઉછાળો આપ્યો હતો.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે વર્ષ ૨૦૨૧-૨૨ માટે આર્થિક સર્વે રજૂ કર્યો, જેમાં ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ૯.૨ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત આર્થિક ગતિવિધિઓ પણ રોગચાળા પહેલાના સ્તરે પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ સકારાત્મક અંદાજે શેરબજારોને વેગ આપ્યો અને બપોરના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછળ્યા. ૩૦ શેરવાળો સેન્સેક્સ ૯૨૭.૫૯ પોઈન્ટ અથવા ૧.૬૨ ટકા વધીને ૫૮,૧૨૭.૮૨ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

એ જ રીતે, એનએસઈનો નિફ્ટી પણ બપોરના સત્રમાં ૨૫૮.૪૦ પોઈન્ટ અથવા ૧.૫૧ ટકા વધીને ૧૭,૩૬૦.૩૫ પર પહોંચ્યો હતો. સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાં એચયુએલ, કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંક સિવાય તમામ કંપનીઓ નફામાં ટ્રેડ થઈ રહી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.