સેન્સેક્સમાં 1,653 અંકનો ભારે ઘટાડો
ભારતીય શેરબજારમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1,653 અંક ઘટી 34037 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 494 અંક ઘટી 9964 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ઓએનજીસી, એક્સિસ બેન્ક અને એસબીઆઈ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ 11.11 ટકા ઘટી 88.00 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 8.83 ટકા ઘટી 272.95 પર કારોબાર કરી રહ્યો છે.