સેન્સેક્સ પહેલી વાર 48000 જ્યારે નિફ્ટી 14132.90 ને પાર
નવી દિલ્હી, દેશમાં કોરોના રસીકરણના ઇમર્જન્સિ ઉપયોગને મળેલી મંજુરીથી રોકાણકારોમાં ઉત્સાહ છે, આજે સપ્તાહનાં પહેલા ટ્રેડિગ સેશન એટલે સોમવારે સ્થાનિક શેર બજારમાં તેજી જોવા મળી અને તે સર્વોચ્ચ સ્તરે બંધ થયું.
બોમ્બે સ્ટોક એક્ચેન્જનો અગ્રણી ઇન્ડેક્સ સેંન્સેક્સ 0.64 ટકાની તેજી સાથે 307.82 પોઇન્ટ ઉપર 48176.80નાં સ્તરે બંધ રહ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 114.40 પોઇન્ટ (0.82 ટકા) ની વૃધ્ધી સાથે 14132.90નાં સ્તરે બંધ થયો.
દેશમાં કોરોના રસીકરણના ઇમર્જન્સિ ઉપયોગને મળેલી મંજુરીથી રોકાણકારોમાં ઉત્સાહ છે, આજે સપ્તાહનાં પહેલા ટ્રેડિગ સેશન એટલે સોમવારે સ્થાનિક શેર બજારમાં તેજી જોવા મળી અને તે સર્વોચ્ચ સ્તરે બંધ થયું.
બોમ્બે સ્ટોક એક્ચેન્જનો અગ્રણી ઇન્ડેક્સ સેંન્સેક્સ 0.64 ટકાની તેજી સાથે 307.82 પોઇન્ટ ઉપર 48176.80નાં સ્તરે બંધ રહ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 114.40 પોઇન્ટ (0.82 ટકા) ની વૃધ્ધી સાથે 14132.90નાં સ્તરે બંધ થયો.
છેલ્લા સપ્તાહ બીએસઇ સેન્સેક્સ 895.44 પોઇન્ટ એટલે કે 1.90 ટકા મજબુત થયો હતો, નિષ્ણાતોનાં જણાન્યા પ્રમાણે બજારમાં આગળ પણ વધ-ઘટ થતી રહેશે, એટલા માટે રોકાણકારોએ સાવધાની રાખવી જોઇએ.
દેશમાં કોરોનાની બે રસી ભારત બાયોટેકની સ્વદેશી કોવૈક્સીન અને સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવીશીલ્ડને ઇમર્જન્સિ ઉપયોગ માટે મળેલી મંજુરી આ તેજી પાછળનું મુખ્ય કારણ છે, તે સાથે જ ડિસેમ્બર ત્રિમાસિકનાં પરિણામો પણ અપેક્ષા કરતા સારા રહે તેવું અનુમાન છે, જેથી આ તેજી આગળ પણ જળવાય તેવું માનવામાં આવી રહ્યું છે.