સેફાયર ફૂડ્સ ઇન્ડિયાનો IPO 9મી નવે.ના રોજ ખુલશે
સેફાયર ફૂડ્સ ઇન્ડિયા લિ.નો આઈ.પી.ઓ. 9મી નવે.ના રોજ ખુલશે અને 11 નવે. બંધ થશે આઇપીઓમાં રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 17,569,941 ઇક્વિટી શેર (ઇક્વિટી શેર)ના વેચાણની ઓફર સામેલ છે, જેમાં ક્યુએસઆર મેનેજમેન્ટ ટ્રસ્ટના 850,000 ઇક્વિટી શેર, સેફાયર ફૂડ્સ મોરેશિયસ લિમિટેડ (ક્યુએસઆર મેનેજમેન્ટ ટ્રસ્ટ સાથે સંયુક્તપણે, પ્રમોટર વિક્રેતા શેરધારકો)ના 5,569,533 ઇક્વિટી શેર, ડબલ્યુડબલ્યુડી રુબી લિમિટેડના 4,846,706 ઇક્વિટી શેર,
એમીથિસ્ટ પ્રાઇવેટ લિમિટેડના 3,961,737 ઇક્વિટી શેર, એએજેવી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના 80,169 ઇક્વિટી શેર, એડલવાઇસ ક્રોસઓવર ઓપોર્ચ્યુનિટીઝ ફંડ્સના 1,615,569 ઇક્વિટી શેર અને એડલવાઇસ ક્રોસઓવર ઓપોર્ચ્યુનિટીઝ ફંડ-સીરિઝ 2 (ડબલ્યુડબ્લ્યુડી રુબી લિમિટેડ સાથે સંયુક્તપણે રોકાણકાર વિક્રેતા શેરધારકો)ના 646,227 ઇક્વિટી શેર સામેલ છે.
ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957, જેમાં થયેલા સુધારા (એસસીઆરઆર) મુજબનાં નિયમ 19(2)(બી)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (મૂડી ઇશ્યૂ અને ડિસ્ક્લોઝરની જરૂરિયાતો) નિયમનો, 2018ના નિયમન 31 સાથે વાંચીને રજૂ કરવામાં આવી છે.
આ ઓફર સેબી આઇસીડીઆરના નિયમન 6(2) સાથે સુસંગત રીતે બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે થઈ છે, જેમાં ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી)(ક્યુઆઇબી પોર્શન)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,
જેમાં અમારી કંપની અને વિક્રેતા શેરધારકો (ડબલ્યુડબલ્યુડી રુબી લિમિટેડ સિવાય) બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર રોકાણકારોને સપ્રમાણ આધારે ફાળવી શકે છે.
એન્કર રોકાણકાર પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે તેમની પાસેથી એન્કર રોકાણકાર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.
ક્યુઆઇબી પોર્શન (એન્કર રોકાણકાર પોર્શનને બાદ કરતાં)નો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સને (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે.
જોકે જો મ્યુચ્યુઅલ પાસેથી કુલ માગ ક્યુઆઇબી હિસ્સાના 5 ટકાથી ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેરને ક્યુઆઇબીને સપ્રમાણ આધારે બાકીના ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. જો ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો ક્યુઆઇબીને ફાળવી નહીં શકાય, તો અમારી કંપનીને પ્રાપ્ત થયેલી બિડની રકમ રિફંડ કરવામાં આવશે.