સેમસન,રાહુલ અને પંતના સુકાની તરીકે ઉભરી આવવા પાછળ ધોનીઃ બટલર
મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સીઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજસ્થાન રોયલ્સનાં ઓપનર જાેસ બટલરે ધોનીનાં વખાણમાં મોટુ નિવેદન આપ્યુ છે.
બટલરે કહ્યુ કે, ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન એમ એસ ધોનીનાં વખાણ કરતા ભારતીય ટીમનાં દિગ્ગજ બેટ્સમેન સંજુ સેમસન, કેએલ રાહુલ અને રિષભ પંતને કેપ્ટન તરીકે ઉભરી આવ્યાનો શ્રેય આપ્યો છે. નોંધનીય છે કે આઈપીએલની ૧૪ મી સીઝનમાં ૪ ટીમોએ તેની કમાન્ડ વિકેટકીપર બેટ્સમેનોને સોંપી છે, જેમાં પંજાબ કિંગ્સ (કેએલ રાહુલ), દિલ્હી કેપિટલ્સ (રિષભ પંત), રાજસ્થાન રોયલ્સ (સંજુ સેમસન) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (એમએસ ધોની) નું નામ શામેલ છે.
બટલરે વધુમાં કહ્યું, ‘મને લાગે છે કે આ પાછળ એમએસ ધોનીનો હાથ છે જેણે ભારતનાં વિકેટકીપર બેટ્સમેનોને કેપ્ટન બનાવવા માટે યોગ્ય ઉમેદવાર તરીકે તૈયાર કરવાનું કામ કર્યું છે. તે પોતે ખૂબ જ સારા કેપ્ટન રહી ચૂક્યા છે અને બાકીનાં ખેલાડીઓ તેના પગલે ચાલવાનું પસંદ કરે છે. મને લાગે છે કે વિકેટકીપર પાસે મેચ જાેવાની એક વિશેષ દ્રષ્ટિ હોય છે, તે વિકેટને જાેઇને બોલરોને કેવી રીતે બોલિંગ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”
વાનખેડેમાં યોજાનારી પંજાબ કિંગ્સ સામેની પહેલી મેચ અંગે જાેસ બટલરે કહ્યું કે, તેમની ટીમ આ સિઝનમાં ખૂબ જ સંતુલિત છે અને તેઓ ખિતાબ માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવશે.
તેણે કહ્યું, ‘આ વર્ષે અમારી ટીમમાં વિવિધ ખેલાડીઓ છે, જે વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર પણ છે. તેમાં બેન સ્ટોક્સ અને ક્રિસ મોરિસનાં નામ પણ શામેલ છે, સંજુ સેમસન એક મહાન ખેલાડી છે અને તે ટીમ સાથે ઘણા લાંબા સમયથી સંકળાયેલો છે. તે એક ખૂબ જ શાંત ખેલાડી છે અને મેદાન પર મસ્તી કરવાનું પસંદ કરે છે, તેની કેપ્ટનશિપ હેઠળ ઘણો ઉત્સાહ જાેવા મળશે.