સેમ્મીએ રંગભેદ અંગેની માફીની માગણી પાછી ખેંચી
હૈદરાબાદની તેની ટીમના ખેલાડીઓ તેને કાળો કહેતા હતા
કિંગ્સ્ટન, અમેરિકમાં અશ્વેત જ્યોર્જ ફ્લોઇડ પરના દમન અને ત્યાર બાદ સમગ્ર અમેરિકામાં વિરોધના પ્રદર્શનને પગલે વિશ્વભરમાં વિરોધનો વંટોળ શરૂ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર ડેરેન સેમ્મી ઉપરાંત અન્ય ખેલાડીએ પોતાના સાથે રંગભેદને લગતી કોમેન્ટ કરી હોવાના આક્ષેપો કર્યા હતા.
આ દરમિયાન સેમ્મીએ આઇપીએલમાં તેના સાથી ખેલાડીઓ તેને કાળુ કહીને બોલાવતા હતા તેમ કહીને વિવાદ છેડ્યો હતો. તેણે આ માટે માફીની માગણી પણ કરી હતી. જોકે ડેરેન સેમ્મીએ હવે જણાવ્યું હતું કે આઇપીએલની તેની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના એક ખેલાડીએ તેની સાથે આ મામલે વાતચીત કરી છે. તેણે કહ્યું કે તેને પ્રેમથી કાળુ કહેવામાં આવતો હતો. આ ખુલાસા બાદ હવે માફીની જરૂર રહેતી નથી. સેમ્મીએ ટિ્વટ કરી હતી કે મને જાણ કરતાં આનંદ થાય છે કે મારી ટીમના એક ખેલાડીએ રસપ્રદ વાત કરી છે.
આપણે નકારાત્મક ચીજો તરફ ધ્યાન આપવાને બદલે લોકોને શિક્ષિત કરી શકાય તે તરફ ધ્યાન આપવું જોઇએ. મારા સાથીએ મને કહ્યું કે તેને પ્રેમથી આમ કહેવામાં આવતું હતું અને મને તેની ઉપર વિશ્વાસ છે. જ્યાં સુધી માફી માગવાનો સવાલ છે તો મને પાછળથી ખ્યાલ આવ્યો કે મારે આમ કરવા જેવું ન હતું. વેસ્ટ ઇન્ડિઝની ટી૨૦ વર્લ્ડ ચેમ્પિયન ટીમના સુકાની સેમ્મીએ એવો આક્ષેપ કર્યો હતો કે હૈદરાબાદની તેની ટીમના ખેલાડીઓ તેને કાળો કહેતા હતા અને આ માટે ખેલાડીઓએ તેની માફી માગવી જોઇએ તેવી માગણી કરી હતી.