સેલના નામે ઇ-કોમર્સ કંપનીઓ હવે ગ્રાહકોને છેતરી નહીં શકે
નવીદિલ્હી: સેલ કે ડિસ્કાઉન્ટ ઓફરની લાલચે હવે ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને છેતરી શકશે નહીં. ભારત સરકારે મોટાપ્રમાણમાં છેતરપિંડી અને અયોગ્ય વેપાર વ્યવહારને કાબૂમાં લેવા દેશના ઇ-કોમર્સ નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે બદલાવ કરવામાં આવ્યા છે, તેમાં કેટલાક પ્રકારના ફ્લેશ સેલ પર બેન અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા નિયમોનું પાલન ન કરવા સહિતના પગલાં સામેલ છે.
નિયમોમાં સૂચિત સુધારાઓનો હેતુ પારદર્શિતા લાવવા અને નિયમનકારી વ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે, એમ નિવેદનમાં જણાવાયું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ‘ગ્રાહક સુરક્ષા (ઇ-કોમર્સ), ૨૦૨૦ માં સુધારા માટે વિચારણા, ટિપ્પણીઓ અને સૂચનો માંગવામાં આવ્યા છે’. ઇ-કોમર્સમાં અયોગ્ય વેપાર પ્રથાને કાબૂમાં લેવાના હેતુથી ગયા વર્ષે ૨૩ જુલાઈથી નિયમોને અધિસૂચિત કરવામાં આવ્યા હતા.
જાે કે, ત્યારથી સરકારને પીડિત ગ્રાહકો, વેપારીઓ અને ઇ-કોમર્સમાંના સંગઠનો દ્વારા છેતરપિંડી અને અયોગ્ય વેપાર પ્રથા વિશે જાણકારી આપવામાં આવી રહી છે, તેમ નિવેદનમાં જણાવાયું છે