સેલમમાં ૧૦ રૂપિયામાં ચાર નંગ મોદી ઇડલી મળશે
ચેન્નાઇ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને ધ્યાને લઇ તમિલનાડુના સેલમમાં મોદી ઇડલી રજુ કરવામાં આવી રહી છે સેલમમાં પહેલા ૨૨ દુકાનો પર આ ઉપલબ્ધ થશે ત્યારબાદ તેનું વેચાણ કેવું રહેશે તે જાેયા બાદ દુકાનો વધારવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની મોદી ઇડલી વેચવાની તૈયારી તમિલનાડુના સેલમ શહેરમાં ખુબ જ ઉત્સાહ સાથે ચાલીરહી છે શહેરમાં દરેક સ્થળે તેના પોસ્ટર પણ લગાડવામાં આવ્યા છે.
સેલમમાં ઉપલબ્ધ થનારી મોદી ઇડલીનો ભાવ ૧૦ રૂપિયા રાખવામાં આવ્યો છે ૧૦ રૂપિયામાં લોકોને ચાર નંગ ઇડલી આપવામાં આવશે તેની સાથે સાંભર પણ મળશે. શહેરમાં પહેલા ૨૨ દુકાનો પર આ ઉપલબ્ધ થશે ત્યારબાદ તેના વેચાણના હિસાબથી દુકાનો વધારવામાં આવશે આ ઇડલીને અત્યાધુનિક કિચન ઉપકરણોથી બનાવવામાં આવશે. મોદીના નામની મોદી ઇડલી વિષે જાણકારી આપવામાં આવી છે કે પહેલા તેને બનાવવા સંબંધી તૈયારી પુરી કરી લેવામાં આવીછે રોજ લગભગ ૪૦ હજાર ઇડલી બનાવવામાં આવશે મોદી ઇડલીનું વેચાણ આવતા સપ્તાહથી શરૂ થઇ શકે છે જેને લઇને તૈયારીઓ શરૂ કરાઇ છે.HS