સેલવાસમાં કોરોના વાયરસના પરીક્ષણ માટેની લેબનો પ્રારંભ: દરરોજ ૧૨૦ સેમ્પલો તપાસશે

કોરોના વાયરસના સંકટ સમયે પ્રશાસક શ્રી પ્રફુલ પટેલની પહેલના પગલે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ, સિલવાસામાં કોવિડ -૧૯ વાયરલોજી પરીક્ષણ લેબ શરુ થઇ છે. કેન્દ્ર શાસિત દાદરા નગર હવેલી, દમણ, વાપી સહિતના આસપાસના વિસ્તારોના લોકો માટે આ રાહતની વાત છે.
કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે રહેવાસીઓ માટે આ એક મોટી ઉપલબ્ધી છે કારણ કે ૨૦૦-૩૦૦ કિ. મી.ની રેંજમાં કોવિડ -૧૯ ની તપાસ માટે ભાગ્યે જ કોઈ મોટી લેબ હશે. આ લેબમાં દૈનિક ૧૨૦ જેટલા લોકોના નમુનાઓની તપાસ કરી શકાશે. આ સિદ્ધિ પ્રશાસક પ્રફુલ પટેલની શૈલી અને અગામચેતીથી શક્ય થઇ છે. સંઘ પ્રદેશના ઔદ્યોગિક એકમો પ્રશાસક પ્રફુલ પટેલની કાર્યકારી શૈલીથી પ્રભાવિત થયા પછી સીએસઆર હેઠળ આગળ આવ્યા છે.
કોરોના વાયરસ તપાસની લેબ દેશની પ્રખ્યાત દવા બનાવતી ફાર્મા કંપની અલ્કેમ દમણ ના સહયોગથી સીએસઆર હેઠળ શરુ કરવામાં આવી છે. આ વાયરોલોજી લેબની સ્થાપના ફક્ત એક જ અઠવાડિયામાં પ્રશાસક પ્રફુલ પટેલ અને માઈક્રોલોજી વિભાગની મહેનત અને ઇચ્છાશક્તિથી શક્ય બન્યું છે આ પહેલા કોરોના વાયર્સની તપાસ માટેના નમૂનાઓ પુણે અને મુંબઇ મોકલવામાં આવતા હતા જેની રિપોર્ટ મેળવતા ૪-૫ દિવસ લાગી જતા હતા હવે સેલવાસમાં લેબ શરુ થતા દરરોજ ૧૨૦ જેટલા નમુનાઓની તપાસ શક્ય થઇ છે.
અલ્કેમ ગ્રુપના એમડી સંદીપસિંહે જણાવ્યું હતું કે અલ્કેમ ગ્રુપ પ્રશાસક પ્રફુલ પટેલના લોક કલ્યાણ કાર્યમાં હંમેશા સહભાગી બનશે. અલ્કેમ ગ્રુપ હંમેશા સેવામાં આગળ રહી છે અને આગળ રહેશે.