સેલવાસ દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજનાં વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિ
(પ્રતિનિધિ) વલસાડ 03062019 : સંઘપ્રદેશ દાદરાનગર હવેલી સેલવાસ Âસ્થત શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના બી.કોમ. ત્રીજા વર્ષના (ર૦૧૮-૧૯)નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. પરીક્ષા પરિણામોની જાહેરાત થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે. આ વર્ષે બી.કોમ. ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓએ પોતાની શિક્ષણ પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ૬૭ ટકા પરિણામ જાહેર થયું હતું. બી.કોમ. ત્રીજા વર્ષના ટોપર્સમાં યાશિકા દવે ૭૯.૭૯ ટકા માકર્સ મેળવી પ્રથમ ક્રમાંકે, પ્રાયલ જાસેફ ૭૭.૧ર ટકા માકર્સ મેળવી દ્વિતીય ક્રમાંકે અને અભિષેક સિંહ ૭૪.૧પ ટકા માકર્સ મેળવી તૃતિય ક્રમાંક હાંસલ કર્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ બદલ લાયન્સ કલબ ઓફ સેલવાસ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ફત્તેહસિંહ ચૌહાણ, આચાર્ય, શિક્ષણગણ સહિત કોલેજ પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.*