સેલવાસ: દોરા બનાવતા મશીનમાં યુવકનો પગ ફસાતાં 23 સેકન્ડમાં મૃત્યુ

સેલવાસ, દાદરા અને નગર હવેલીના સેલવાસના નરોલીની શ્રુતિ એન્ટરપ્રાઇઝની કંપનીમાં મશીનમાં ફસાઈ જતાં એક કામદારનું મોત થયું હતું. કંપનીના 19 વર્ષીય કામદારનો પગ દોરા બનાવતી મશીનમાં ફસાઈ જતાં ઘાયલ થયો હતો, જેને પગલે તેનું મોત થયું હતું. નોંધનીય છે કે કામદાર કેવી રીતે મશીનમાં ફસાયો એ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસના નરોલીની શ્રુતિ એન્ટરપ્રાઇઝની કંપનીમાં મશીનમાં ફસાઈ જતાં એક કામદારનું કમકમાટીભર્યુ મોત થયું હતું. બાદમાં તે લોહીલુહાણ હાલતમાં કંપનીમાં તડપતો રહ્યો હતો અને છેવટે મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
આ અંગે PSI જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલી શ્રુતિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં 27 જાન્યુઆરીએ રૂ પિલવાનું કામ કરતા શ્રમિકને સેફ્ટીના સાધનો ન આપતા શ્રમિકનો મશીનમાં પગ આવી જતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ફેક્ટરીમાં યાનના જીણા ટુકડા કરીને દાણા બનાવતી કંપનીમાં મશીન ઉપર કામ કરતા કામદારનો ગ્રાઈન્ડર મશીનમાં પગ આવી જતા કામદારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.