સેલવાસ- નરોલી શાળામાં ચિત્રકલા સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ) વલસાડ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામે ઓ.આર.એમ. એનજીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંબંધિત વિષય ઉપર ડ્રોઈંગ કર્યું હતું. દાદરા નગર હવેલીમાં સોલિડ વેસ્ટનું કામ કરતી રર્બન કલીનટેક પ્રા.લી.ના નેજા હેઠળ કાર્યરત એનજીઓ ઓ.આર.એમ. દ્વારા પર્યાવરણ અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
આ એનજીઓ દ્વારા નરોલી શાળામાં પર્યાવરણ અંગે ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર વિદ્યાર્થીઓને સરપંચ શ્રીમતી પ્રીતિબેનના હસ્તે પ્રોત્સાહિત ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્ય્ હતા. આ અવસરે સરપંચ શ્રીમતી પ્રીતિબેન દોડીયા, કંપનીના મેનેજર શ્રી અમનસિંહ ચૌહાણ, ડાયરેકટર મનીષા શર્મા અને એનજીઓના પ્રેસીડન્ટ શ્રી મનિષ પાઠક ઉપસ્થિત રહ્યા હતા.*