સેલ્ફી લેવા આવેલા ફેનને નજીક આવી જતાં મૌની રૌય ડરી ગઈ
મુંબઈ, એક્ટ્રેસ મૌની રોય જબરદસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે. જ્યારે પણ મૌની ઘરની બહાર નીકળે ત્યારે ફેન્સના ટોળા તેને ઘેરી વળે છે. હાલમાં જ મૌની મુંબઈમાં જાેવા મળી હતી. ત્યારે મૌની સાથે ફોટો પડાવવા માટે ફેન્સે પડાપડી કરી હતી.
મૌની રોય હાલમાં જ એક ડબિંગ સ્ટુડિયોની બહાર જાેવા મળી હતી. એ વખતે મૌની કારમાંથી બહાર આવે છે ત્યારે ફેન્સ સેલ્ફી લેવા માટે તેને ઘેરી લે છે. આ દરમિયાન એક વ્યક્તિનો હાથ મૌનીને અડી જાય છે. જેના તે ડરી ગયેલી જાેવા મળે છે.
મૌની આસપાસ લોકો ધક્કામુક્કી કરીને તેની સાથે ફોટો પડાવા માગતા હતા. આ ઘટના પછી મૌની થોડીવાર માટે અસહજ થઈ પરંતુ બાદમાં તેણે ફેન્સને પોઝ આપ્યો હતો. જાેકે, તે અનકમ્ફર્ટેબલ તો હતી જ અને ત્યાંથી વહેલી તકે નીકળી જવા માગતી હતી. દરમિયાન મૌનીનો બોડીગાર્ડ ત્યાં આવે છે અને ભીડને દૂર કરીને તેને સ્ટુડિયોમાં લઈ જાય છે.
મૌની રોય સ્ટુડિયોની બહાર વ્હાઈટ રંગના સ્ટાઈલિશ આઉટફિટમાં જાેવા મળી હતી. પરંતુ ફેન્સની ધક્કામુક્કી જાેઈને હેબતાઈ ગઈ હતી. જાેકે, બાદમાં એક્ટ્રેસે મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. થોડા દિવસ પહેલા જ મૌની રોય તેના લગ્નને લઈને ચર્ચામાં હતી.
મૌની રોય જાન્યુઆરી મહિનામાં બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવાની છે. મૌની દુબઈના બિઝનેસમેન સાથે છેલ્લા થોડા મહિનાઓથી રિલેશનશીપમાં છે. મૌની અને સૂરજ જાન્યુઆરી ૨૦૨૨માં લગ્ન કરવાના છે. અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે, મૌની અને સૂરજના લગ્ન ૨૭ જાન્યુઆરીએ થવાના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રી-વેડિંગ ફંક્શન ૨૬ જાન્યુઆરીથી શરૂ થશે અને લગ્ન ૨૭ તારીખે થશે. લગ્ન બાદ એક ફંક્શન મૌનીના હોમટાઉન કૂચ બિહારમાં પણ યોજાશે. વર્કફ્રંટની વાત કરીએ તો, મૌની છેલ્લે રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’માં જાેવા મળી હતી. હવે મૌની અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જાેવા મળશે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, આ ફિલ્મમાં મૌની નેગેટિવ રોલમાં છે.SSS