Western Times News

Gujarati News

સેવન્થ ડે એડવેન્ટીસ્ટ ઈંગ્લિશ મિડીયમ સ્કુલ આહવા દ્વારા વ્યસન મુક્તિ રેલી યોજાઇ

ડાંગ:  ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તા.૧૫/૧૧/૨૦૧૯ ના રોજ સેવન્થ ડે એડવેન્ટીસ્ટ,ઈંગ્લિશ મિડીયમ સ્કુલ દ્વારા વ્યસન મુક્તિ અંગે જાહેર રેલીનો કાર્યક્રમ યોજાયો હતો.

વ્યસન મુક્તિનો આ કાર્યક્રમમાં હેલ્થ ડાયરેકટર ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન પૂણે ના શ્રી ઓગસ્ટીન ડેનિયલ,સાઉથ ગુજરાત રીજયન,નવસારીના ડાયરેકટર શ્રી અશોક કાંબળે,આહવાના શ્રી મહેન્દ્ર સકટે, સેવન્થ ડે સ્કુલ,આહવાના શ્રી વિનોદ આવળે,શિક્ષકગણ અને વિઘાર્થીઓ ઉપસ્થિતિ રહયા હતા.

આહવા નગરની શેરીઓ અને મહોલ્લામાં શાળાના બાળકોએ વ્યસન મુક્તિ રેલીના માધ્યમથી લોકોને નશાાથી દુર રહેવા અને વ્યસન મુક્ત બનવા તથા તેનાથી થતી જીવલેણ બિમારીઓ વિશેનો ગંભીર સંદેશ નારા દ્વારા પહોંચાડી લોકજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. પોલીસ વિભાગ અને જિલ્લા આરોગ્ય શાખાના નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામર રસીલાબેન ચૌધરી એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શાળા પરિવારે સૌનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.