સેવાધામ આહવા ખાતે વોલીબોલ,કબડ્ડી સ્પર્ધા યોજાઈ
ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે લાર્સન એન્ડ ટુબ્રો તથા સેવાધામ- ર્ડા.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સેવાધામ-આહવા ખાતે ૨૩,૨૪ નવેમ્બરે વોલીબોલ,કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
વોલીબોલની સ્પર્ધા તા.૨૩/૧૧/૨૦૧૯ ના રોજ યોજાઇ હતી.જેમાં ૧૯ ગામની કુલ-૩૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સાંઈ-આહવાની ટીમ વિજેતા બની હતી.વિજેતા પ્રથમ ટીમને રૂા.૫૦૦૧/-,દ્વિતિય રાણા-આહવા રૂા.૪૦૦૧/- અને તૃતિય વધઈ-બ્રધર ચોથુ આશ્વાસન ઈનામ રૂા.૧૫૦૧/- ટીમને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા.
કબડ્ડી સ્પર્ધા તા.૨૪/૧૧/૧૯ ના રોજ યોજાઈ હતી. જેમાં કુલ ૩૪ ગામની ૩૭ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ વિજેતા રૂા.૫૦૦૧/- ચિંચલી,દ્વિતિય વિજેતા રૂા.૪૦૦૧/- વાયદુન ખાંભલા ટીમ,તૃતિય વાહુટિયા રૂા.૩૦૦૧/-અને ટ્રોફી ચોથા ક્રમે ખાંભલા ટીમ રૂા.૨૦૦૧ અને પાંચમા ક્રમે ગાવઠાણ ટીમને રૂા.૨૦૦૧/- આશ્વાસન ઈનામ અપાયું હતું.
વોલીબોલ અને કબડ્ડીની સ્પર્ધા તા.૨૫/૧૧/૨૦૧૯ ના રોજ ડાંગ – તાપી વચ્ચે વોલીબોલ પ્રથમ રૂા.૬૦૦૧/- સાંઇ-આહવા,દ્વિતિય વાડી-તાપી ને રૂા.૩૦૦૧/- અને ત્રજા ક્રમે વધઈ-બ્રધરને રૂા.૨૦૦૧/- અને કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ રૂા.૮૦૦૧/- વાહુટિયા, દ્વિતિય ક્રમે વાધનેર -તાપીને રૂા.૪૦૦૧/અ અને ત્રીજા ક્રમે ચિંચલી-ડાંગને રૂા.૨૦૦૧/- રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરાયા હતા.
રમત-ગમતની આ સ્પર્ધા દરમિયાન એલ એન્ડ ટી ના શ્રીમતિ અલ્પાબેન પટેલ,ર્ડા.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી તુલસીભાઈ માવાણી,વીર શહિદ ગાર્ડસમેન લક્ષ્મણભાઈ પવારના ધર્મપત્િ ન સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.