સેવાના ભેખધારી અમદાવાદીઓને સલામ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ‘‘નિઃસ્વાર્થ સેવા અમદાવાદના જ નહીં ગુજરાત, અને ગુજરાત જ નહીં ભારતના લોકોનો સ્વભાવ છે. કોરોનામાં દુનિયા આખી ફફડતી હતી ત્યારે ભારતના લોકોએ બહાર આવીને ‘સેવા’ ના માર્ગે એવી સુવાસ ફેલાવી કે સમગ્ર વિશ્વ ભારતના વખાણ કરતુ હતુ.
ભારતે કોરોનાકાળમાં ‘વેક્સિનની પણ મદદ કરી. યુક્રેન- રશિયાના યુધ્ધમાં માનવતાના ધોરણે યુક્રેનને દવા સહિતની ચીજવસ્તુઓની મદદ કરી. ભારતના પાડોશી દેશ શ્રીલંકાની મદદે પણ ભારત આવ્યુ છે. આ આજની વાત નથી, ભારત આદિન-અનાદીકાળથી કરતુ આવ્યુ છે.
હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં સેવાભાવી નાગરીકો સંસ્થાઓ સેવાના ઉદ્દેશથી આગળ આવી રહ્યા છે. ઠેર ઠેર નિઃશુલ્ક છાશ વિતરણના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આવતા-જતા લોકોને અને વાહનચાલકો ગરમીમાં છાશ પીને સંતોષ માને છે. અમદાવાદમાંં જુદા જુદા વિસ્તારોમાં છાશ અગર તો શરબત વિતરણના કેન્દ્રો જાેવામાં આવી રહ્યા છે.
તો ઘણી જગ્યાએ તો પાણીની પરબ ઉભી કરાઈ છે. ઉદાહરણ તરીકે જાેઈએ તો પંચવટી, અંકુર રોડ પર, પરિમલ ગાર્ડન સહિતના સ્થળોએ પાણીની કાયમી પરબ ઉભી કરાઈ છે. ઠંડુ પાણી ભરવા માટે લાલ બસના ડ્રાઈવરો-કંડકટરો બસ ઉભી રાખે છે.
ઓટો રીક્ષાવાળા આવતા જતા સૌ કોઈ ઠંડુ પાણી બોટલમાં ભરી જાય છે. આ તો થઈ કાયમી પાણીની જગ્યા એ સિવાય ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની પરબો ઠેર ઠેર જાેવા મળે છે. અમુક જગ્યાએ તો પાણી ભરેલા બાટલા પણ મુકવામં આવે છે.