સેવાભાવી સંસ્થાએ 4 વર્ષથી વિખુટા પડેલા બહેનને પરિવાર સાથે મિલન કરાવ્યું
બાયડ સ્થિત જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકલાંગ (દિવ્યાંગ) બહેનોના આશ્રમમાં 181 મહિલા અભયમ દ્વારા બિનવારસી માનસિક વિકલાંગ બહેનોને આશ્રમ સુધી પહોંચાડવામાં આવે છે.અહીં બહેનોને બે ટાઈમ ભોજન, નાસ્તો, કપડાં, મેડિકલ ટ્રીટમેન્ટની સાથે પ્રેમ, હૂંફ, લાગણી આપવામાં આવે છે,
જેના કારણે આશ્રમવાસી બહેન ની માનસિક સ્થિતિ માં ધીમે ધીમે સુધારો આવતા પોતાના પરીવારનું સરનામું યાદ કરતા પોલીસ ઇન્કવાયરી તથા અન્ય માધ્યમ દ્વારા પરિવાર સુધી પહોંચાડવાની અનોખી પ્રવૃત્તિ હાથ ધરાય છે.
જેના ભાગ રૂપે મધ્યપ્રદેશના રાહડોલ જિલ્લાના પાપોન્ધ ગામની સકરી બહેન(મત્રી યાદવ) કે જેઓ 21/5/2019 ના રોજ બગોદરા સ્થિત મંગલ મંદિર માનવ સેવા થી બાયડ આશ્રમ લાવવામાં આવ્યા હતા,4 વર્ષ 3 મહીનાથી પરિવરથી વિખુટા પડેલ બહેન ને આશ્રમમાં લાગણી,પોતાનાપણું, હૂંફ, બે ટાઈમ ભોજન,અને માનસિક રોગ ની સારવાર મળતા ઘર પરિવાર નું સરનામું બોલતા થયા,
આશ્રમના સેવાસાથી રાકેશભાઈએ તે દિશામાં સકરી બેન ના પરિવાર ની પોલીસની મદદ થી ટેલિફોનિક શોધખોળ કરી તોઆજે 24/9/2020 ના રોજ તેમના બંને દીકરા માતા ને લેવા માટે આવ્યા હતા.4 વર્ષ પછી આશા ગુમાવેલ પુત્રો ને જોઈ માતા અને પુત્રો ની આંખો માં હર્ષ ના આશુ છુપાતા ન હતા.