“સેવાયજ્ઞ સમિતિ” ભરૂચ ધ્વારા ૧ વર્ષ સુધી એમ.ડી.આર દરદીઓને ન્યુટ્રીશન સપોર્ટ કીટની સહાય
નર્મદા જિલ્લો ટીબી મુક્ત થાય તે માટે ટીબી દર્દીઓને દત્તક લેવા જિલ્લાના પ્રજાજનોને આગળ આવવા જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. ઝંખનાબેન વસાવાની અપીલ
રાજપીપલા,જિલ્લા કલેકટરશ્રી ડી. એ. શાહના માર્ગદર્શન અને જિલ્લા કલેકટરશ્રીની રાહબરી હેઠળ નર્મદા જિલ્લાએ અનેકવિધ ક્ષેત્રે વિકાસ સાધ્યો છે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નર્મદામાં હઠીલા ટીબી (એમ.ડી.આર) કુલ-૧૯ દરદીઓ સારવાર પર છે તેમજ હઠીલા ટીબીના દરદીઓની સારવાર ૯ માસથી લઈને ૧૮ માસ સુધી આપવાની થતી હોય છે. જેમાં દરદીઓને ન્યુટ્રીશન સપોર્ટ આપવાની જરૂરિયાત જણાતી હોય છે. જિલ્લા ક્ષય કેન્દ્રના ક્ષય અધિકારીશ્રી ડૉ. ઝંખનાબેન વસાવાના અથાગ પ્રયત્નો થકી નર્મદા જિલ્લામાં જે એમ.ડી.આર દરદીઓ સારવાર હેઠળ છે.
તેઓને દરમાસે ન્યુટ્રીશન સપોર્ટ મળી રહે તે માટે “સેવાયજ્ઞ સમિતિ” ભરૂચ ધ્વારા આગામી ૧ વર્ષ સુધી આ એમ.ડી.આર દરદીઓને ન્યુટ્રીશન સપોર્ટ કીટ આપવામાં આવશે. જેમાં તેલ, ઘી, ઘઉંનો લોટ, ચણા, સીંગદાણા, મગ અને ગોળ જેવી ચીજવસ્તુઓની કીટ બનાવીને આપવામાં આવી રહી. છે જે હવે દર માસે દરદીનેઓને આપવામાં આવશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ષ-૨૦૨૫ સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાનને વેગ મળી રહે અને નર્મદા જિલ્લો ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ પ્રમાણે ટીબી દર્દીઓને દત્તક લઇ દરદીઓને ન્યુટ્રીશન સપોર્ટ તેમજ સંપૂર્ણ સારવાર પૂર્ણ કરી સમયાંતરે ફોલોઅપ કરવામાં આવે તે માટે નર્મદા જિલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા ડૉ. ઝંખનાબેન વસાવા દ્વારા અપીલ કરવામાં આવી છે.