સેવાલીયામાં આર.એન્ડ.બી સ્ટેટ હાઇવે દ્વારા બનાવવામાં આવેલ કાંસના ઢાંકણ તૂટ્યા
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડું મથક સેવાલીયાના બેંક ઓફ બરોડાની બહાર બનાવામાં આવેલ વરસાદી પાણીની કાંસ આર.એન્ડ.બી દ્વારા બનાવવામાં આવી હતી. જેના ઢાકણા તૂટી ગયા છે. વારંવાર તંત્રને જાણ કરવા છતાં જવાબદાર અધિકારીઓનું પેટનું પાણીય હાલતું નથી. આ ખુલ્લી કાંસમાં છાશવારે વાહનો ફસડાઈ પડે છે. બાજુમાં બેંક આવેલ હોવાથી દરરોજ અરજદારના ઘસારો રહે છે.
આ હાઇવે ઉપર લાઇટની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી અંધારામાં આ ખાડાઓમાં વાહનો પછડાઈને ખોટકાઈ પડે અને મોટો અકસ્માત સર્જાય એવી ભીતિ સેવાઇ રહી છે.ગત દિવસે એક ફોર વહીલર ચાલક આ ખાડામાં પડયા હતા. ડી.આર.મિસ્ત્રી (ના.કાર્યપાલક ઈજનેર. આર.એન્ડ.બી – ડાકોર )ને ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવી પ્રજાજનોની માંગ છે.*