સેવાલીયામાં હાઉવે ઉપર આસ્પાલ પેઈન્ટીંગના કામમાં કોન્ટ્રાક્ટરે વેંઠ ઉતાર્યો, ડામરમાં વિકલાંગનો પગ ચોટયો
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડું મથક સેવાલીયામાં થોડા સમય અગાઉ હાઉવે રોડનું રીફ્રેસિંગ કામ કરવામાં આવ્યું હતું. જેના બાદ હાલમાં આસ્પાલ પેઈન્ટીંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જે કામમાં બિલકુલ વેંઠ ઉતારવામાં આવ્યો છે. હાઉવે ઉપર એક જ જગ્યાએ અપ્રમાણસર માત્રામાં ડામરનો વધુ જથ્થો નાખી દેતા વાહનચાલકો અને રાહદારીઓ રીતસર હાલાકી વેઠી રહ્યાં છે.
તે ગરમીમાં ઓળગવા મળ્યો હતો. જે સેવાલીયા ચોકડી ઉપર એક વિકલાંગ રોડ ઓળગવા જતા રીતસરનો રોડમાં ચોંટી ગયો હતો. જેને અન્ય રાહદારીઓ મદદ કરી ઉખેડયો હતો. ત્યારે વિકલાંગના મુખે તંત્ર માટે ફરિયાદો જોવા મળી હતી. હાલ શિયાળાની ઋતુમાં આ હાલત છે તો ઉનાળમાં કેવા હાલ થશે જે દ્રશ્યનુ કલ્પન માનવ શરીરને હચમચાવી મૂકે તેવું છે.
સ્થાનિકોએ તંત્ર સહિત કામ કરનાર કોન્ટ્રાક્ટર ઉપર ફિટકાર અને રોષ વ્યકત કર્યો હતો. આ કામગીરી મશીન દ્વારા કરવાની હોય છે જેથી દરેક જગ્યાએ એક સરખો ડામર પડે. અને આ કામગીરીમાં ૬૦ નંબરનો ડામર વાપરવો વધુ ટકાઉ હોય છે. આમ તો આ કામગીરી કર્યા પછી યોગ્ય ડસ્ટિંગ પણ કરવાનું હોય છે. ત્યારે આ કામગીરીમાં કેવા પ્રકારનો ડામર વાપરવામાં આવ્યો છે. તે પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ન્યાયિક તપાસ કરે તો કામ કરનાર કોન્ટ્રાક્ટરને નોટીસ મળે તે ચોક્કસ છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું,