સેવાલીયા કોર્ટ દ્વારા બાળકોને લગતા જાતીય ગુનાઓ બાબતના (પોકસોના કાયદાની) જાણકારી માટે કાનૂની શિબિરનું આયોજન કરાયું
નામદાર સુપ્રીમ કોર્ટ (નાલ્સા સંસ્થા), દિલ્હી તેમજ ગુજરાત રાજ્યની વડી અદાલત, સોલા અમદાવાદના માર્ગદર્શન અને આદેશ અનુસાર તેમજ માનનીય ચેરમેન સાહેબ શ્રી, તેમજ માનનીય જિલ્લા ન્યાયાધીશ સાહેબ શ્રી, ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા અદાલત, નડિયાદનાઓની સૂચનાનુસાર અને માર્ગદર્શન હેઠળ આજરોજ ગળતેશ્વર તાલુકાની સીવિલ કોર્ટની તાલુકા સેવા સમિતિ, મુ.સેવાલીયા દ્વારા ગળતેશ્વર તાલુકા વકીલ મંડળના સહયોગથી પે.સેન્ટર શાળા સેવાલીયા સ્ટેશન ખાતે બાળકોના જાતીય રક્ષણના કાયદા બાબતના અધિનિયમ -૨૦૧૨ (પોકસો કાયદાની જાણકારી) આપવા બાબત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોકસોના કાયદાથી પે.સેન્ટર શાળાના વિદ્યાર્થીઓ તેમજ હાજર વાલીઓને અવગત કરી, બાળકોને જાતીય ગુન્હા ઓથી રક્ષણ બાબતના કાયદાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શિબિરને સફળ બનાવવા શાળા પરિવાર તરફથી પૂરેપૂરો સહકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી હર્ષદભાઈ વાળદ, ગળતેશ્વર બાર એસોસિએશનના શ્રી શૈલેષભાઈ ક્રિશ્ચિયન (પ્રમુખ), એન.પી.પટેલ (ઉપપ્રમુખ), પી.વી પટેલ (ખજાનચી), તથા વકીલ મિત્રો વી.આર.પરમાર, કે.જી રાઉલજી, જે.જે પટેલ તથા શાળા શિક્ષકગણ તેમજ કોર્ટના રજીસ્ટાર તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.