Western Times News

Gujarati News

સેવાલીયા ખાતે દેશવ્યાપી જનતા કરફ્યુને જનતાનો પૂર્ણ સહકાર

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૨ માર્ચ ના રવિવારના દિવસે સવારે ૭ઃ૦૦ વાગ્યાથી રાત્રે ૯ઃ૦૦ વાગ્યા સુધી સ્વૈચ્છિક બંધ રાખી વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના પ્રકોપથી બચવા અને આગળ ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં સ્વૈચ્છિક જનતા કરફ્યુ પાળવા આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ જનતા કરફ્યુનું પરિણામ શુ આવશે ? તેવો પ્રશ્ન દરેક નાગરિકના મનમાં ઉદ્દભવતો હશે ત્યારે આ વાઈરસ વિશે તજજ્ઞો દ્વારા જણાવાયું છે કે આ વાઈરસનું જીવન એક જગ્યાએ મહત્તમ ૧૨ કલાક છે. અને જનતા કરફ્યુ ૧૪ કલાક માટે છે. તેથી કોરોના જીવી શકે તેવા સાર્વજનિક સ્થાનો અથવા સંપર્ક કેન્દ્રોને ૧૪ કલાક સુધી સ્પર્શ કરવામાં નહિ આવે તો વાઈરસ ફેલવાની આ સાંકળ તૂટી જશે.

જે સમગ્ર દેશ માટે સુરક્ષાના ભાગ રૂપે હશે. અને દેશ ૧૪ કલાક પછી મોટાભાગનો સુરક્ષિત હશે. સાથે-સાથે બીજા ઘણા વૈજ્ઞાનિક કારણો હોઈ શકે છે. સેવાલીયામાં જનતા કરફ્યુને પૂર્ણ પ્રતિસાદ મળ્યો છે. બસના પૈડા પણ થભી ગયા હતા. અને તંત્રએ કાયદા વ્યવસ્થાના ભાગ રૂપે ખડેપગે ફરજરૂપી કામગીરી નિભાવી હતી. આ વાઈરસના ભરડામાં સમગ્ર વિશ્વમાં લગભગ ૧,૨૫,૦૦૦ થી વધુ કેશો નોંધાયા છે. અને તેમાંથી લગભગ ૪૦૦૦ થી વધુ મરણ નોંધાયા છે. ત્યારે આમ નાગરિકોને આ સમય દરમિયાન તકેદારીના ભાગરૂપે સામુહિક / સામાજિક મેળાવડાઓ મોકૂફ રાખવા અપીલ કરવામાં આવી છે. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.