સેવાલીયા ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદુલ ફિત્રની ઊજવણી કરી

પ્રતિનિધિ :- મોહસીન વહોરા, સેવાલીયા

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડું મથક સેવાલીયા ખાતે ઈદુલ ફિત્રની નમાઝ ઈદગાહ ખાતે અદા કરી હતી. અને એકબીજાને અરસ-પરસ ગળેભેટી ભૂલ-ચૂક અને બોલી-ચાલી માફ કરાવી ઇદુલ ફિત્ર ની ઉજવણી કરી હતી. ઈસ્લામ ધર્મમાં ઈસ્લામિક મહિના રમઝાનના એક માસના રોઝા પાબંદી સાથે રાખવાની દરેક મુસ્લિમ બિરાદરો ઉપર ફર્જ કરવામાં આવ્યા છે. અને રમઝાન માસના પૂર્ણ થયા પછી શવવાલ માસની પહેલી તારીખે ઇદુલ ફિત્ર મનાવવામાં આવે છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો સાફ સુથરા કપડાં પહેરીને, ઈદ ની (ઈદનીખાસ) નમાઝ પઢે છે.