સેવાલીયા ખાતે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી
ખેડા:ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સિવિલકોર્ટ ગળતેશ્વર મુકામ સેવાલિયા બાર એસોસિએશનના રૂમમાં આજરોજ તા ૧૦-૧૦-૨૦૧૯ના રોજ સેવા “વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે”ની ઉજવણી નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ તથા અધ્યક્ષશ્રી ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નડિયાદનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વમાં ૧૦મી ઓક્ટોબરનો દિવસ ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ તરીકે મનાવાય છે. મુખ્ય વિષય “શારીરિક રીતે અપંગતા ધરાવતી વ્યક્તિઓના કાયદાકીય હકકો તથા સરકારશ્રી તરફથી મળતા લાભો” વિષે વિસ્તૃતમાં જાણકારી ગળતેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ શ્રી એફ.એફ.બારડોલીવાલા તથા ગળતેશ્વર બાર એસોસિયેશનના વકીલ મિત્રો દ્વારા આપવામાં આવેલ હતી.
આ પ્રસંગે ગળતેશ્વર તાલુકાના શારીરિક રીતે અપંગતા ધરાવતી વ્યક્તિઓ ઘણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને જેમાં શારીરિક અપંગતા ધરાવતા વ્યક્તિઓની સંસ્થા “સક્ષમ” ના તાલુકા પ્રતિનિધિ વણઝારા પંછીજી જોગાજી તથા શારીરિક રીતે અપંગતા ધરાવતા એડવોકેટ શ્રી કાર્તિક ચંદ્રકાંતભાઈ પટેલ તથા અંધજન આગેવાન વિજયભાઈ સાલમભાઈ સોલંકી તથા અંધજન આગેવાન ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિમાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.