સેવાલીયા ચરોતર સુન્ની વહોરા ટ્રસ્ટનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલિયા), ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે ચરોતર સુન્ની વહોરા ટ્રસ્ટ રજી.બી/૧૧/ખેડા દ્વારા પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ ચા વાલા પાર્ટીપ્લોટ ખાતે સાંજે ઃ ૫ઃ૩૦ કલાકે યોજવા માં આવ્યો હતો. ચરોતર સુન્ની વહોરા ટ્રસ્ટ,
સેવાલીયા ગળતેશ્વર તાલુકા ના ચરોતર સુન્ની વહોરા સમાજના તમામ અટકોનું સંગઠન છે.જેને ગતવર્ષે ચેરિટી કમિશનરમાં રજીસ્ટર કરાવવામાં આવ્યું છે.આ ટ્રસ્ટમાં ચરોતર વહોરા સમાજની ૮૨ અટકોનું સંયુક્ત સંગઠન બનાવવામાં આવ્યું હતું.
જેનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણ અને દિનદારીનો માહોલ ઉભો કરવાનું અને સમાજના ઝકાત અને સદકાની રકમનું યોગ્ય જગ્યાએ પહોંચાડવાનો છે. ગળતેશ્વર તાલુકામાં ચરોતર સુન્ની વહોરા સમાજના લોકો છેલ્લા ૬૫ થી વધારે વર્ષોથી વસવાટ કરે છે.
આ સંસ્થા દ્વારા તાઃ- ૨૭-૦૩-૨૦૨૨ ના રોજ સાંજે ૫ઃ૩૦ કલાકે પ્રથમસ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજમાં રહેલ બદી ઓ અને કુરિવાજાે દૂર કરવા અંગે માર્ગદર્શન આપવા માં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ શ્રી આસિફભાઈ દામનગર વાળા આણંદનાઓની અધ્યક્ષતામાં સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય મહેમાનમા સૈયદ કલંદર બાદશાહ બાવા (મુ.પાલી), જનાબ એમ.જી.ગુજરાતી (આણંદ) (પ્રમુખ જમીયત ઉલમાએ હિંદ -ખેડા), મો. ઇરફાન ખુંટેજવાળા (પ્રમુખ,જમીયત ઉલમાએ હિંદ – ખેડા જીલ્લા) હાજી ખમીશા ભાઇ સીંધી (ખેડા) (ચેરમેન – એમ.ડી, પારેખ સ્કુલ),
હાજી સમીરભાઈ અયાઝભાઇ શેખ (અંજુમન ચેરીટેબલ ટ્રસ્ટ, બાલાસિનોર), હાજી શબ્બીરભાઈ કાચવાળા – આણંદ (પ્રમુખશ્રી, ચરોતર સુન્ની વહોરા સમાજ- દેવાતજા, હાજી સતારભાઇ સુલેમાનભાઇ વહોરા- અગ્રણી સેવાલીયા, વહોરા ઇદ્રીશભાઇ દવાવાળા -મુ. તારાપુર, વહોરા સિકંદર ભાઇ માસ્તર – મુ, આણંદ, હાજી ફકીરમહંમદ (રઢુવાળા), યાસીનભાઇ સફીભાઇ વહોરા (ચેરમેન, ચરોતર સુન્ની વહોરા બેંક) તથા સમાજ ના ઘણા નામી અનામી હિતેચ્છુઓ હાજર રહ્યા હતા.