Western Times News

Gujarati News

૫૩ લાખના દારૂ ભરેલુ કન્ટેઇનર સેવાલીયા ચેક પોસ્ટ પરથી ઝડપાયું

પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓ તરફથી બહારના રાજ્યથી ગુજરાત રાજ્યમાં પ્રવેશતા નાકાઓ ઉપર આગામી દિવસોમાં ૩૧ ડિસેમ્બર આવતી હોય જે સંબધ ગેરકાયદેસર દારૂ શોધી કાઢવા મળેલ સુચના અન્વયે નડીયાદ – વિભાગનાઓના તથા ડાકોર સર્કલના પોલિસ જવાનોની મળેલ સુચનાઓ અન્વયે કાર્યવાહી કરી હતી.

જે મુજબ એમ. એસ. અસારી પોલીસ સબ ઇન્સ.ના સેવાલીયા પો.સ્ટે. તથા એ.એસ.આઇ મગનભાઇ લાલાભાઈ તથા પો.કો. અર્જુનસિંહ ફતેસિહ તથા પો.કો. દિલીપસિંહ ગણપતસિંહ અ.હેડ.કો જશવીરસિંહ રણમલસિંહ તથા ડ્રા. પો. કો વિજયકુમાર લક્ષ્મણભાઈ એ રીતેના સેવાલીયા નવી ચેક પોસ્ટ ઇન્દોર – અમદાવાદ હાઇ-વે ઉપર વાહન ચેકિંગમાં હતા.

દરમ્યાન અર્જુનસિહ ફતેસિહને મળેલ બાતમી આધારે ઇન્દોર-ગોધરા તરફથી આવતુ એક કન્ટેઇનર નંબર- આર.જે.૦૧-જીએ-૧૦૨૯ માં આરોપી સત્તારામ ધમાંરામ જાટ રહે.ગામ-સિયાગો કી ઢાણી, નોખ, તા.ગુડમલાની જી.બાડમેર રાજસ્થાનનો પોતાના કજા ભોગવટા હેઠળના કન્ટેઈનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (૧) મેકડોલ્સ નં.૧ ની ૫૧૦ પેટીઓ છે જે દરેક પેટીમાં ૭૫૦ મીલીની ૧૨ કાચની બોટલો લેખે કુલે ૬૧૨૦ બોટલો જે એક બોટલોની કિ.રૂ.૫૦૦/- લેખે ૬૧૨૦ બોટલોની કિ.રૂ. ૩૦,૦૦, ૦૦૦/- ગણી હતી.

આ ઉપરાંત (૨) ઇપેરીયલ બ્લ્યુ વ્હિસ્કીની ૧૪૬ પેટીઓ છે જે દરેક પેટીમાં ૭૫૦ મીલી ની ૧૨ કાચની બોટલો લેખે કુલ્લે ૧૩૫૨ બોટલો જે એક બોટલોની કિ.રૂ.૫૦૯/- લેખે ૧૭૫૨ બોટલોની કિ.રૂ.૮,૭૬,૦૦૦/- ગણી તથા કન્ટેનર નંબર આર.જે. ૦૧-જીએ-૧૦૨૯  કિ.રૂ.૧૪,૦૦,૦૦૦/- તથા અંગ ઝડતીમાંથી મળેલ મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડ રૂપિયા ૩૫૦૦/- કુલ્લે રૂ.૫૩,૪૪,૫૦૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહી.એક્ટ ૬૫(ઇ), ૧૧૬(ખ), ૮૩, ૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.