સેવાલીયા તાલુકા સેવાસદન ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય દિને પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
મોહસીન વહોરા, સેવાલીયા , ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા તાલુકા સેવનસદન ખાતે ૭૫ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા સેવા સદન ખાતે સવારે ૯:૦૦ વાગ્યાના સુમારે મામલતદાર અને એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રીમતી સોહિણી જી.પટેલ નાઓ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી ઊજવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્ગીત અને દેશભક્તિ ગીતો દ્વારા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. મામલતદાર શ્રીમતી સોહિણી જી.પટેલ દ્વારા પ્રાસંગિક ઉદભોદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા એ.બી ભરવાડ (વન રક્ષક સામાજિક વનીકરણ, ડાકોર) નાઓ તેમજ મામલતદાર શ્રી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો.
મામલતદાર કચેરીના પ્રાગટણમાં વૃક્ષો રોપી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ કોરોના મહામારીમાં જીવના જોખમેં પોતાની પરવાહ કર્યા વગર પ્રજાની સેવા કરનાર સાચા અર્થમાં દેશ ભક્ત સરકારી દવાખાના સ્ટાફ , પોલીસ જવાનો તેમજ શિક્ષકોનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યુ હતું.
અને સરકાર શ્રીની યોજના અંતર્ગત પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં એ.બી મહેરીયા (પી.એસ. આઈ સેવાલીયા પોલીસ સ્ટેશન), વી.ટી.પટેલ (વિસ્તરણ અધિકારી ગળતેશ્વર તાલુકા પંચાયત) શ્રીમતી ફરજાનાબેન રૈયોલી વાળા ( સી.આર.સી ગળતેશ્વર) તથા પોલીસ સ્ટાફ , મામલતદાર કચેરી સ્ટાફ , સી.એચ.સી સેવાલીયા કર્મચારીઓ, શિક્ષકગણ તેમજ પાલી ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી તથા અન્ય પંચાયત સ્ટાફ હાજર રહ્યો હતો.