સેવાલીયા દેવઘોડા મહાદેવ મંદિરે શ્રાવણી અમાસ નિમિતે વિશાળ ભંડારાનું આયોજન
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયાની મહીસાગર નદીના કિનારે દેવઘોડા મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં વાર તહેવારો સહિત શ્રાવણ માસમાં ભક્તોની ભીડ જોવા મળે છે. લગભગ ૪૦ વર્ષથી દરવર્ષે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. લગભગ દશ હજાર થી વધુ ભક્તોના જમણવારનું આયોજન કરવામાં આવે છે. તેમાં સેવાલીયા ગામ ખાતેની મોર્ડન ગુજરાતી સ્કૂલના ધોઃ-૧૧, ૧૨ ના વિધાર્થી દ્વારા એમ.આર.પેટલ (આચાર્ય) ડી.એ.ગોહિલ (શિક્ષક), બી.ટી. પટેલ સહિતના શાળા સ્ટાફની દેખરેખ હેઠળ ભોજન પીરસવાની સેવા આપવામાં આવી હતી. લગભગ ૨૦૦૩થી આ સેવા આપવામાં આવે છે. ૩૦ છોકરીઓ અને ૧૫ છોકરાઓ મળી કુલ ૪૫ વિધાર્થીઓ દ્વારા સ્વેચ્છાએ નિઃશુલ્ક ભોજન પીરસવા સહિતની સેવા આપવામાં આવે છે. આ વર્ષે ભયલાલભાઈ પટેલ , (આશાપુરી ટીમ્બર્સ) નાઓ દ્વારા લગભગ બે થી ત્રણ લાખ રૂપિયાના ખર્ચે ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વહીવટી લાઈનથી રીગપાલ સિંહ સરદારની દેખરેખ હેઠળ સેવા આપનાર સ્વંય સેવક (૧) મિતેશ ઓઝા (૨) કમલેશ સોની (જય જવેલર્સ) (૩) નીરવ ઉપાધ્યાય (૪) રાકેશ ડાભી (૫) ખીમજી ગોહેલ (૬) નદુભાઈ પટેલ (લષ્મી પાઈપ ફેકટરી), (૭) સુભાષ ભાઈ વર્મા (૮) મનસુખ ભાઈ પટેલ (૯) સુનિલ પટેલ (૧૦) નીતિનભાઈ પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કરાયું.