Western Times News

Gujarati News

સેવાલીયા નવી માલવણમાંથી  ચોરાયેલ  મોટર સાયકલ તથા મોબાઇલ  ફોન સાથે એક ઇસમને ઝડપી પાડતી LCB ખેડા 

ખેડા  જીલ્લા પોલીસ અધિક્ષક  નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને એમ.ડી. પટેલ પો.ઇન્સ. એલ.સી.બી ખેડા – નડીયાદ નાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેડકો . વિનોદકુમાર નાઓને બાતમી મળેલ કે સેવાલીયા પો.સ્ટે હદમાં આવેલ નવી માલવણ તા.ગળતેશ્વર ખાતેથી ચોરાયેલ કાળા કલરનું હીરો NxG મોટર સાયકલ જેનો રજીસ્ટર નંબર આગળ કે પાછળ લખેલ નથી.

જે મો.સા. લઇને એક ઇસમ આડીનાર ચોકડી તરફ આવનાર છે જે હકીકત આધારે સદર ઇસમની વૉચ તપાસમાં રહેવા અંગે સાથેના પોલીસ સ્ટાફને સમજ કરી આડીનાર ચોકડીએ છુટા છવાયા ઉભા રહી થોડીવારમાં ઉપરોક્ત વર્ણનવાળી મોસા લઇ એક ઇસમ આવતા તેને કોર્ડન કરી ઉભા રાખી તેનું નામઠામ પુછતા પોતે પોતાનું સચીનકુમાર મફતભાઇ પરમાર રહે . મહોળેલ સ્વામીનારાયણવાળુ ફળીયું બસસ્ટેન્ડ સામે તા.નડીયાદ જી.ખેડાના હોવાનું જણાવેલ સદરહું મો.સા. બાબતે જરૂરી પુરાવા માંગતા તેઓની પાસે નહી હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરતો હતો.

સદર ઇસમની અંગજડતી કરતા એક વીવો કંપીનીનો ફોન જે અંગે ફોનનું બીલ માંગતા તેઓ પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ સદર ફોનની કિ.રૂ .૪૦૦૦ / – તથા સદર મો.સા હીરો NXG મોટર સાયકલ કિ.રૂ .૧૦,૦૦૦ / – મળી કુલ્લે રૂ .૧૪,૦૦૦ / – ના મુદ્દામાલ સાથે સદર ઇમને સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ડી , ૧૦૨ મુજબ પકડી અટક કરી સદર ઇસમની ઘનિષ્ટ પુછપરછ કરતા સદર મો.સા. પાલડી ગામના મહેશભાઇનાઓએ નવી માલવણ તા.ગળતેશ્વર ખાતેથી ચોરેલાની કબુલાત કરેલાની હકીકત જણાવતો હોય અને તેઓએ આ મો.સા મને ચલાવવા માટે આપ્યું હતું.

મોબાઇલ ફોન મે અંધારી ગામમાં આવેલ વેપારીનો ફોન લઇને હું ભાગી ગયેલાની હકીકત જણાવેલ અને સદરહું મો.સા. અંગે સેવાલીયા પો.સ્ટે પાર્ટ -એ ગુ.ર.નં .૧૧૨૦૪૦૬૭૨૦૦૪૮૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ગુનો રજી થયેલ . જે વણશોધાયેલ ગુનો એલસીબી ખેડા – નડીયાદ દ્વારા શોધી કાઢ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.