સેવાલીયા પાસે આવેલ ૩૪ ગામોના સ્મશાને જવાનો એક માત્ર માર્ગ બિસ્માર
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા મહીસાગર કાંઠે આવેલ સ્મશાન અને દેવઘોડા મહાદેવ મંદિર તાલુકાવાસીઓના આસ્થાનું પ્રતીક છે. ત્યારે મંદિરે જવાનો એકમાત્ર માર્ગ હાલત અત્યંત બિસ્માર હાલતમાં છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
ગળતેશ્વર તાલુકાના આજુબાજુના ગામડાઓને સ્મશાન જવાનો માત્ર આજ એક રસ્તો છે જેનો લોકો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ આ રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે જેના કારણે પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે.
નાના વાહનો અહીંયા પસાર થાય ત્યારે ખાડામાં પડવાને કારણે વાહનોને ભારે નુકશાન થાય છે. સેવાલિયાથી પાલી અને દેવઘોડા જવાના રસ્તાની દેવઘોડા ખાતે હજારો ભક્તોના શ્રદ્ધાનું કેન્દ્ર એવું દેવઘોડા મહાદેવનું મંદિર આવેલું છે.
આ બાબતે માર્ગ અને મકાન વિભાગને જાણ કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેને લઈને લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવતા વિકાસના કામોમાં ફક્ત કોન્ટ્રાકટર અને ભ્રષ્ટ અધિકારીઓનું જ ભલું થાય છે. તેવા આક્ષેપો લોકોમુખે ચર્ચાઈ રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસ માં પણ આ રસ્તાનું સમારકામ હાથ ન ધરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.