સેવાલીયા પાસે ડાકોર – ગોધરા સ્ટેટ હાઇવેની વચ્ચે ખાડો પડ્યો
(પ્રતિનિધિ) સેવાલીયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પાસેથી પસાર થતા ડાકોર – ગોધરા રોડ ઉપર વચ્ચે-વચ્ચ સ્વરાજ હોટલ નજીક મસમોટો ખાડો પડી ગયો છે. હાલ ચોમાસાની ઋતુ હોય વરસાદી પાણીના કારણે આ ખાડો મોટો થઈ ગયો છે. અને તેમાં પાણી ભરાઈ રહે છે. જેમાં ગત દિવસોમાં એક બાઇકચાલક ફસડાઈ પડ્યો હતો. અને તેના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈને પ્રજાજનોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. માર્ગ અને મકાન વિભાગ, ડાકોર (સ્ટેટ હાઇવે) દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડો પુરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ છે.
આ ખાડાનું જો મરામત કરવામાં નહિ આવે તો કોઈ વાહનચાલકને યમલોકના દ્વારે પહોંચી જતા વાર નહિ લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ સદ્ધભે જીગર પટેલ માર્ગ અને મકાન વિભાગ, ડાકોર (સ્ટેટ હાઇવે) નાઓને વાત કરતા તેઓએ જણાવ્યું કે હા એ બાબતે અમોને જાણ છે. અમારો માણસ ત્યાજ છે. હમણાં અમો ક્વોરી વેસ્ટ નાખી ખાડો પુરી દેવામાં આવશે. પાણીના કારણે નુકસાન થયું છે. અમોએ પાણીનો ખુલ્લા રોડ ઉપર નિકાલ બંધ કરવા બાબતે પાલી ગ્રામ પંચાયત કચેરી, ગળતેશ્વર તાલુકા પંચાયત કચેરી, ને જાણ કરી છે. તેઓને નોટિસો પણ આપી છે.*