સેવાલીયા પોલીસ તંત્ર દ્વારા નિઃશુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યા
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા સેવાલીયા પોલીસ તંત્ર દ્વારા નિઃશુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે માસ્ક પહેરવું જરૂરી છે, કોરોના વાઇરસના સંક્રમણથી બચવા ઘરેથી બહાર નીકળતી વખતે માસ્ક અવશ્ય પહેરવાની આરોગ્ય મંત્રાલય દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે કેટલાક નાગરિકો આ સૂચનાનું પાલન કરતા નથી.
માસ્ક પહેરતા નથી. જેથી સેવાલીયા પોલીસ તંત્ર દ્વારા નિઃશુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારે તમામ લોકો માસ્ક પહેરે તે માટે પોલીસ તંત્ર દ્વારા માસ્ક વગર પકડાઈ જનાર વ્યક્તિને પણ માસ્ક આપવામાં આવ્યા હતા. એ.બી.મહેરીયા (પી.એસ. આઈ-સેવાલીયા) તથા પોલીસ સ્ટાફ તેમજ ટી.આર. બી જવાનો દ્વારા સેવાલીયા ખાતે નિઃશુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.
નાગરિકોને માસ્ક પહેરવા કડકપણે સૂચના આપવામાં આવી હતી. એ.બી.મહેરીયા (પી.એસ. આઈ-સેવાલીયા) દ્વારા આવનાર દિવસોમાં હોળી-ધુળેટીનો પવિત્ર તહેવાર હોય બજારોમાં ગ્રાહકોની ભીડ જામી છે ત્યારે આવા સમયે સોશિયલ ડીષ્ટસ્ટિંગનું પાલન કરવા માટે સુચના આપવામાં આવી હતી.