સેવાલીયા પ્રાથમિક શાળા ખાતે ગાંધી જયંતિની ઉજવણી કરાઈ
ખેડા:ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે આવેલ સેવાલીયા સ્ટેશન પગાર કેન્દ્ર શાળા ખાતે ગાંધી જ્યંતીની ઊજવણી કરવામાં આવી હતી. ૧૫૦મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સેવાલીયા સ્ટેશન પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસ કરતા મંયક આર. પરમાર એ મહાત્મા ગાંધીનો અને પઠાણ રેહાનખાન ઈલ્યાસખાન, ધો-૮, એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો વેશ ધારણ કર્યો હતો.
બીજલબેન મારવાડીએ ભારત માતાનો વેશ ધારણ કર્યો હતો. અને પ્રિયા મેઘવાલએ ઝાસીની રાણીનો વેશ ધારણ કર્યો હતો તથા ઢોલ વગાડી સુત્રોચ્ચાર કરતા કરતા રેલી કાઢી હતી. જેમાં પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરતા સૂત્રો બોલાવવામા આવ્યા હતા. અને શાળામાં સ્વચ્છતાના શપથ લીધા હતા. અને પોતાની રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો સંપૂર્ણ પણે ત્યાગ કરવાની શપથ ગ્રહણ કરવામાં આવી હતી.
આજે બીજી ઓક્ટોબરના દિવસે ભારત દેશના રાષ્ટ્ર પિતા અને મહાત્મા ગાંધીના હુલામણા નામથી જાણીતા મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ )નો જન્મ થયો હતો. આજે ભારતદેશમાં લગભગ ૫૪ જેટલા હાઇવે મહાત્મા ગાંધીજીના નામે ઓળખાય છે. સૌ પ્રથમ ગાંધીજીનો ફોટો ટપાલ ટીકીટ બ્રિટન દ્વારા છાપવામાં આવ્યા હતા.
તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળએ એક સત્યાગ્રહ હતો, અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા,