સેવાલીયા મહીસાગર નદીમાં માઈન્સના માલિકે માઈન્સ પાણીથી ભરવા પાળો તોડતા નદીના નીર સુકાયા !
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડું મથક સેવાલીયા અને આસપાસના સાત મુવાળાના વિસ્તારમાં પીવા લાયક સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે એક જ સ્ત્રોત હતો.આ અગાઉ પણ ગેરકાયદેસર માઈન્સ ધારકો દ્વારા કરતા પ્રતિબંધિત વેગનબ્લાસ્ટનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે ગાંધીનગરથી સાહેબો તપાસ કરવા આવવાના છે ની ચર્ચાના કારણે આ ભુમાફિયાઓમાં ખોફ વ્યાપી ગયો હતો. ખેડાના ગળતેશ્વરનું સેવાલીયા ખનિજ સંપતિથી ભરપૂર છે. આ માઈન્સ માલિકો વર્ષ દરમિયાન ગેરકાયદેસર ડ્રિલિંગ કરે છે. અને વરસાદી ઋતુમાં વણાંકબોરીડેમ માંથી પાણી છોડાતા આ માઇન્સઓ પાણીથી ભરાઈ જાય છે. પરંતુ આ વખતે ડેમમાંથી પાણી છોડાયા પહેલા જ પથ્થરમાં રસ્તો કાપી સેવાલીયા તરફ આવતું પાણી પોતાનું પાપ છુપાવવા માઈન્સમાં છોડી દેતા સેવાલીયા પંથકમાં પાણીની તંગી ઉભી થઇ હતી. મહિસાગરના એક કાંઠે ખેડા જિલ્લાની હદ અને બીજી તરફ પંચમહાલ જિલ્લાની હદ આ આટીગુટીનો લાભ લઇ ગેરકાયદેસર ખોદકામ કરતા.